Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં પંચ સંમેલન તાલીમ યોજાઈ:વી.બી. જી રામ જી યોજના અંતર્ગત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા

    11 hours ago

    પોરબંદર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા વી.બી. જી રામ જી યોજના અંતર્ગત પંચ સંમેલન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને વન તથા પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ દરમિયાન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સભ્યોને યોજનાના અસરકારક અમલીકરણ અને તેના લાભો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગ્રામ્ય વિસ્તારોના લોકોને જી.આર.જી.સી. કાર્ડ કઢાવી સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તાપીના આશાબેન ચૌધરીને 'સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ' એનાયત:શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ રાજ્યકક્ષાએ પસંદગી
    Next Article
    કલેક્ટર ગંગા સિંઘે નર્મદાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી:કેવડિયા-તણખલા માર્ગ પર ડાયવર્ઝન ધોવાતા ઝડપી કામગીરીના દિશાનિર્દેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment