Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના આશાબેન ચૌધરીને 'સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ' એનાયત:શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ રાજ્યકક્ષાએ પસંદગી

    12 hours ago

    તાપી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (પી.એમ. પોષણ) અને મોડેલ સ્કૂલ ડોસવાડાના તત્કાલીન આચાર્યા શ્રીમતી આશાબેન ચૌધરીને વર્ષ 2026નો રાજ્યકક્ષાનો 'સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ પોરબંદર ખાતે સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ 2026 નિમિત્તે આયોજિત રાજ્યકક્ષાના શૈક્ષણિક પરિસંવાદમાં પ્રદાન કરાયો હતો. શિક્ષણ ક્ષેત્રે નવીન અભિગમ અપનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરેલી આગવી પહેલ બદલ આશાબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી હતી. આ સન્માન માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર માત્ર એક જ શિક્ષક અથવા આચાર્યની પસંદગી થાય છે, જેમાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા શ્રીમતી આશાબેન ચૌધરીનો સમાવેશ થાય છે. મોડેલ સ્કૂલ ડોસવાડા ખાતે પોતાની સેવાઓ દરમિયાન, શ્રીમતી આશાબેને શિક્ષણને માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત ન રાખતા અનેક પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ અમલમાં મૂકી હતી. આ પ્રવૃત્તિઓમાં 'વૃક્ષ સંવેદના', 'પોષણ વન', 'સહયોગથી સિદ્ધિ', 'મિશન 33+ થી 100' અને 'મારી શાળામાં મારી કૃતિ' જેવી આધુનિક તથા સર્જનાત્મક પહેલોનો સમાવેશ થાય છે. આ તમામ પહેલો દ્વારા તેમણે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ કેળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના નિષ્ઠાવાન પ્રયાસોના પરિણામે, મોડેલ સ્કૂલ ડોસવાડાએ રાજ્યકક્ષાએ 'શ્રેષ્ઠ શાળા' સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર તાપી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. એક આચાર્ય તરીકે શૈક્ષણિક ગુણવત્તા સુધારણા અને સામાજિક મૂલ્યોના સિંચન માટે તેમનું યોગદાન અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. આશાબેન ચૌધરીના આ સન્માનથી તાપી જિલ્લાના શિક્ષણ જગતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જિલ્લાના અગ્રણીઓ, શિક્ષક આલમ અને ગ્રામજનોએ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આરોપીને જામીન આપવા હાઇકોર્ટનો ઈનકાર:સાયબર ફ્રોડ સિન્ડિકેટે 105 કરોડનો ફ્રોડ આચર્યો, દેશભરમાંથી તેઓના બેંક એકાઉન્ટની 40 ફરિયાદો મળી
    Next Article
    પોરબંદરમાં પંચ સંમેલન તાલીમ યોજાઈ:વી.બી. જી રામ જી યોજના અંતર્ગત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment