Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીને જામીન આપવા હાઇકોર્ટનો ઈનકાર:સાયબર ફ્રોડ સિન્ડિકેટે 105 કરોડનો ફ્રોડ આચર્યો, દેશભરમાંથી તેઓના બેંક એકાઉન્ટની 40 ફરિયાદો મળી

    12 hours ago

    કચ્છના B ડિવિઝન પોલીસ મથકે ડિસેમ્બર, 2025 માં ત્રણ આરોપીઓ સામે BNS અને IT એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી આરોપી જીગરે જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને નકારી નાખવામાં આવી છે. 10 મહિનામાં 105 કરોડ જેટલી માતબર રકમ જમા થઈ કેસને વિગતે જોતા પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે, સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોના રૂપિયા ક્રિષ્ના ટ્રેડર્સ નામની ખોટી પેઢી ઊભી કરીને ખાનગી બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું હતું. જેમાં માત્ર 10 મહિનામાં 105 કરોડ જેટલી માતબર રકમ જમા થઈ હતી અને મોટાભાગની રકમ ઉપાડી લેવામાં આવી હતી. સમગ્ર દેશમાંથી આ ક્રાઈમ સિન્ડિકેટના ખાતા પર 40 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. આરોપી પૈકી એક શુભમ ખાનગી બેંકમાં ટુ-વ્હીલરની લોન કરાવતો હતો. જે માત્ર મહિને 15 હજાર રૂપિયા કમાતો હતો. આરોપીઓએ ગણેશ ટ્રેડર્સ નામનું પણ ખાતું ખોલાવ્યું હતું . આરોપી દર મહિને 50 હજારનું કમિશન મેળવતો હતો આરોપીના વકીલે રજૂઆત કરી હતી કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. આરોપી પાસેથી પોલીસે કશું મેળવવાનું રહેતું નથી. આરોપી નીચલા લેયરનો આરોપી છે, તેને માત્ર 8.52 લાખ રૂપિયા મળ્યા છે. જ્યારે સરકારી વકીલે સામે દલીલ કરી હતી કે તેને 26.60 લાખ રૂપિયા મળ્યા છે અને દર મહિને 50 હજારનું કમિશન તે મેળવતો હતો.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે:પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાનારા સ્વાતંત્ર્ય પર્વ માટે તૈયારીઓ શરૂ; જિલ્લા કલેક્ટરે સમીક્ષાબેઠક યોજી
    Next Article
    તાપીના આશાબેન ચૌધરીને 'સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ' એનાયત:શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ રાજ્યકક્ષાએ પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment