Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે:પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાનારા સ્વાતંત્ર્ય પર્વ માટે તૈયારીઓ શરૂ; જિલ્લા કલેક્ટરે સમીક્ષાબેઠક યોજી

    13 hours ago

    પોરબંદરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ-2026ની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર ખાતે થશે. આ ઉજવણીની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક આયોજન બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ, શિસ્તબદ્ધ અને જનભાગીદારી સાથે થાય તે માટે જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થાઓ અગાઉથી તૈયાર રાખવા પર પણ ભાર મૂક્યો હતો. બેઠકમાં 15 ઓગસ્ટે યોજાનારા ધ્વજવંદન સમારોહ અને અન્ય કાર્યક્રમોની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ મીડિયા કવરેજ સહિતના મુદ્દાઓ પર સંબંધિત વિભાગોને માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, ડીસીએફ ચિરાગ ચાંદગુડે, ડીઆરડીએના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, ડીવાયએસપી ઋતુબેન રાબા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડ-ગુંદલાવ-ખેરગામ રોડ કોઝવે સમારકામ તેજ બન્યું:ઔરંગા નદી પર 10 ટીમો યુદ્ધના ધોરણે કાર્યરત
    Next Article
    આરોપીને જામીન આપવા હાઇકોર્ટનો ઈનકાર:સાયબર ફ્રોડ સિન્ડિકેટે 105 કરોડનો ફ્રોડ આચર્યો, દેશભરમાંથી તેઓના બેંક એકાઉન્ટની 40 ફરિયાદો મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment