Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તારા બાપથી તું ન સચવાઈ, હવે મારે તને સાચવવાની':રાજકોટમાં પતિએ પત્નીને માર માર્યો, સાસરિયાઓનો ત્રાસ, 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા'તા

    17 hours ago

    રાજકોટના શ્રધ્ધા પાર્કમાં માવતરના ઘેર રહેતા પરિણીતાને દહેજના મામલે પતિ સહીતના સાસરીયાઓ દ્વારા મારકુટ કરી ત્રાસ આપતા હોવાની ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં પતિ દ્વારા તારા બાપથી તું સચવાઈ નહીં હવે મારે તને સાચવવાની કહી પત્નીને માર મારવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવતા હાલ મહિલા પોલીસે પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 'તારા બાપે મને ઉપાધી આપી છે, તારા બાપથી તું ન સચવાણી અને હવે મારે તને સાચવવાની' રાજકોટના શ્રધ્ધાપાર્કમાં રહેતા રિધ્ધીબેન ભાવેશભાઈ દૂધાત્રાએ તેના પતિ ભાવેશ, સાસુ લક્ષ્મીબેન, સસરા ડાયાભાઈ નાગજીભાઈ દુધાત્રા, જેઠ ગીરીશ અને જેઠાણી કાજલ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે તે 10 વર્ષ પહેલા તેઓએ પરીવારની હાજરીમાં કોર્ટમાં લગ્ન કર્યા હતા. ત્રણ મહિના ઘરસંસાર સરખો ચાલ્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઉંમરમાં તફાવત હોવાથી મનમેળ રહેતો ન હતો. ત્યારબાદ પ્રેગનન્સી રહેતા પતિએ નાની-નાની વાતમાં મેણાટોણા મારવાનું શરૂ કરી “તારા બાપે મને ઉપાધી આપી છે, તારા બાપથી તું ન સચવાણી અને હવે મારે તને સાચવવાની' કહી માર પણ માર્યો હતો. પુત્રનો જન્મ થયા બાદ સાસુ પણ “તને કાંઈ આવડતું નથી, અમારા પર બોજ છો'ના મેણાં મારવામાં આવતા તો સસરા દ્વારા “આ રિદ્ધિ રસોઈ બનાવશે તો હું નહીં જમું અને એને કાંઈ આવડતું નથી, ખાલી રખડતાં જ આવડે છે કહી હેરાન કરતા હતા. ‘તું અમારા ઉપર પડી છો, અમારા ઘરને બરબાદ કરવા આવી છો’ તેમને વધુમાં જણાવ્યું હતું કે, જેઠ-જેઠાણી પણ પતિને ચઢામણી કરી કહેતા કે, ‘તું અમારા ઉપર પડી છો, અમારા ઘરને બરબાદ કરવા આવી છો’. પતિ ઘરખર્ચ આપતો ન હોવાથી ઘરે બેસી ઈમિટેશનનું કામ પણ શરૂ કર્યું હતું. જેઠ અને જેઠાણીએ કામ બાબતે મારકુટ કરતા તેના પતિને વાત કરતા તેને કોઈ જવાબ ન આપ્યો જેથી પિયરમાં વાત કરતા ભાઈ પરિણીતા અને તેના પુત્રને તેડી ગયા હતા. બાદમાં પુત્રને પતિ તેડી ગયા હતા અને પુત્ર અંગે વાત કરતા પતિ ધમકી આપતા કે તમે અમારૂ કંઈ બગાડી નહી શકે અને તું તારા પિયરથી થાકીને અહી જ આવીશ, તુ કયાયની નહી રહે. તારા ભાઈને જયા હોય ત્યાથી અમે ઉપાડી લઈશુ કહી ધમકી આપતા આખરે કંટાળી પરિણીતાએ ફરિયાદ નોંધાવતા રાજકોટ મહિલા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એક્ટર અનંત નાગને 2024નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ:300+ ફિલ્મોમાં કામ કર્યું; માલગુડી ડેઝથી ફેમસ થયા, KGFમાં પણ હતા
    Next Article
    "સંજયભાઈ તમે ધારાસભ્યના પાવરમાં હવામાં ઊડો છો":જેટકો વીજ લાઈન પ્રશ્ને ધારાસભ્ય સંજય કોરડીયાનું ખેડૂતો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાના આક્ષેપ,સંજય કોરડીયાએ કહ્યું રજૂઆત કરવા આવેલ આમ આદમી પાર્ટીના લોકો હતા.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment