Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GEB સબ સ્ટેશનમાંથી રીએક્ટર ચોરતી ગેંગના બે આરોપી ઝડપાયા:બનાસકાંઠા LCBએ રાજકોટ-મોરબીના આરોપીઓ પાસેથી ₹3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    1 day ago

    GEB સબ સ્ટેશનમાંથી વીજ ટ્રાન્સફોર્મરના રીએક્ટર, કોપર-એલ્યુમિનિયમ વાયર અને લોખંડનો સામાન ચોરતી રાજકોટ-મોરબીની ગેંગનો બનાસકાંઠા LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીને ડીસા નજીક ભોયણ ગામ પાસેથી પકડ્યા છે. તેમની પાસેથી બે રીએક્ટર, મોબાઇલ અને ચોરીમાં વપરાયેલી કાર સહિત રૂ.3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે પાંચથી વધુ ચોરીના ગુનાઓ ઉકેલાયા છે. પોલીસના જણાવ્યા મુજબ, રમુણ ગામના 66 કે.વી. GEB સબ સ્ટેશનમાં 27થી 28 ઓક્ટોબર દરમિયાન ફેન્સિંગનો વાયર કાપીને ચોર ઘૂસ્યા હતા. તેઓ ત્રણ રીએક્ટર ચોરી ગયા હતા. આ જ સબ સ્ટેશનમાંથી 10 જુલાઈએ પણ એક રીએક્ટરની ચોરી થઈ હતી. બંને બનાવ અંગે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ અને SP પ્રશાંત સુંબેની સૂચનાથી LCB PI ડી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમોએ તપાસ કરી હતી. આશરે 200 CCTV કેમેરાના ફૂટેજ અને બાતમીના આધારે સફેદ કારની ઓળખ કરીને આરોપીઓને પકડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ રાજકોટના કૌશિક સાગઠિયા અને મોરબીના આકાશ વિકાણી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં GEB સબ સ્ટેશન તેમજ નિર્માણાધીન પુલો પરથી લોખંડનો સામાન ચોરતા હતા. ચોરેલા રીએક્ટર તેઓ મોરબીમાં ભંગારમાં વેચતા હતા.
    Click here to Read More
    Previous Article
    લિંબાયતના ટ્રક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:10 વર્ષથી નાસતા ફરતા બિશ્નોઈ ગેંગના કુખ્યાત સાગરીતને રાજસ્થાનથી સુરત ક્રાઈમ બ્રાંચે દબોચ્યો
    Next Article
    દિવાળી પહેલાંના રવિવારે પણ બજારમાં લોકોની અવરજવર સામે ખરીદી ઓછી:મોંઘવારીના મારથી કપડાં, હેન્ડીક્રાફ્ટ અને કોસ્મેટિક્સ સહિતની વસ્તુઓના ભાવમાં 10થી 25 ટકા સુધીનો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment