Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપનો શિકાર:ગાડીમાં યુવતી બેઠી ને 10 સેકન્ડમાં 'નકલી પોલીસ' ત્રાટકી, 25 લાખ પડાવ્યા

    19 hours ago

    અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 63 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારીને સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા ભારે પડી છે. ઓક્ટોબર 2025માં ફેસબુક પર તેમનો 'પાયલ' નામની એક યુવતી સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે ઓનલાઈન વાતચીત બાદ મિત્રતા થઈ હતી, જે બાદ પાયલે વૃદ્ધને મળવા માટે દહેગામ રોડ પાસે બોલાવ્યા હતા. ગાડીમાં બેસતા જ નકલી પોલીસ ત્રાટકી વૃદ્ધ જ્યારે દહેગામ રોડ પહોંચ્યા ત્યારે પાયલ તેમની ગાડીમાં આવીને બેઠી હતી. જોકે, ગણતરીની સેકન્ડોમાં જ એક બાઈક પર બે શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. આ બંનેએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને વૃદ્ધને ડરાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, "પાયલનું નામ નાર્કોટિક્સ (ડ્રગ્સ) કેસમાં બોલે છે અને હવે આ કેસમાં તમારું પણ નામ આવશે." આ પ્રકારે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને તેમણે અલગ-અલગ દિવસે કુલ 24 લાખ રૂપિયા વૃદ્ધ પાસેથી પડાવી લીધા હતા. ફરી 7 લાખની માંગણી અને દીકરાને જાણ મોટી રકમ પડાવી લીધા બાદ લાંબા સમય સુધી આ ટોળકીએ વૃદ્ધનો સંપર્ક કર્યો ન હતો. પરંતુ, 5 ઓક્ટોબરના રોજ તેઓએ ફરીથી વૃદ્ધનો સંપર્ક કરી વધુ 7 લાખ રૂપિયાની માંગણી કરી. આખરે ત્રાસી ગયેલા વૃદ્ધે પોતાના દીકરાને સમગ્ર હકીકત જણાવી દીધી. ત્યારબાદ ટોળકીને પકડવા માટે વૃદ્ધ તેમને 1 લાખ રૂપિયા આપવા માટે તૈયાર થયા. પકવાન સર્કલ પાસે નાટ્યાત્મક ઘટનાક્રમ અને આરોપીની ધરપકડ વૃદ્ધ જ્યારે પકવાન સર્કલ પાસે પૈસા આપવા ગયા ત્યારે ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા. વૃદ્ધે તેમની પાસે એવી માંગણી કરી કે, "મને લેખિતમાં આપો કે હવે આ કેસ પૂરો થઈ જશે." આ સાંભળતા જ બે શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા, જ્યારે એક શખ્સે વૃદ્ધ પાસેથી 1 લાખ રૂપિયા લઈ લીધા. વૃદ્ધે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસે રસ્તાઓ કોર્ડન કર્યા. ઝોન 7 LCB ના PSI એચ.આર વાઘેલાની ટીમે વૃદ્ધના વર્ણન મુજબના એક વ્યક્તિને બેગ અને 1 લાખ રૂપિયા રોકડા સાથે ઝડપી પાડ્યો. આરોપી બોટાદનો નીકળ્યો, અન્ય સાગરીતો ફરાર પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ અલ્પેશ સોલંકી તરીકે થઈ છે. તે તેના અન્ય બે સાગરીતો કિશન ઉર્ફે કાનો પરમાર (બોટાદ) અને લાલા (મહેસાણા) સાથે પૈસા લેવા આવ્યો હતો. હાલમાં આ બંને સાગરીતો અને પાયલ નામની યુવતી ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી કરાશે:લોખંડી પુરુષની 151મી જન્મજયંતીએ PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે
    Next Article
    ભાવનગર LCBનો સપાટો:નારીગામ પાસેથી 504 બોટલ વિદેશી દારૂ ભરેલો આઇસર ઝડપાયો, 6.35 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment