Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર LCBનો સપાટો:નારીગામ પાસેથી 504 બોટલ વિદેશી દારૂ ભરેલો આઇસર ઝડપાયો, 6.35 લાખનો મુદ્દામાલ જપ્ત

    18 hours ago

    ભાવનગર LCBની ટીમે પૂર્વ બાતમીના આધારે નારીગામ નજીક સતનામ ઢાબા સામે હાઇવે રોડ પર વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક આઇસર ટ્રક (GJ-14-AT-8950) માં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને ભાવનગર તરફ લાવવામાં આવી રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે વોચ દરમિયાન પસાર થતા શંકાસ્પદ આઇસરને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી. તાડપત્રીની આડમાં સંતાડાયેલી દારૂની બોટલો જપ્ત પોલીસે આઇસર ટ્રકની તલાશી લેતા અંદર તાડપત્રીની આડમાં છુપાવેલી વિદેશી દારૂની નાની-મોટી 504 બોટલો મળી આવી હતી, જેની કિંમત 1,25,050 થવા જાય છે. LCBની ટીમે સ્થળ પરથી દારૂનો જથ્થો, આઇસર ટ્રક અને એક મોબાઇલ ફોન મળીને કુલ 6,35,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલક અરવિંદ છગનભાઈ ડોડીયા (ઉ.વ. 48, રહે. ગોરખી ગામ, તા. તળાજા, જિ. ભાવનગર) ની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી હતી. સુભાષનગરના શખ્સનું નામ ખૂલ્યું, વરતેજ પોલીસમાં ગુનો દાખલ ઝડપાયેલા ટ્રક ચાલક અરવિંદ ડોડીયાની પોલીસે સઘન પૂછપરછ કરતા દારૂના જથ્થાના નેટવર્ક અંગે ખુલાસો થયો હતો. ચાલકે કબૂલાત કરી હતી કે આ વિદેશી દારૂનો જથ્થો ભાવનગરના સુભાષનગરમાં રહેતા રાજુભાઇ ખેતાભાઇ સોલંકી નામના શખ્સને પહોંચાડવાનો હતો. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા ટ્રક ચાલક અને દારૂ મંગાવનાર સુભાષનગરના શખ્સ એમ બંને વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. હાલ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા અને આ દારૂ ક્યાંથી ભરાયો હતો તેની વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં નિવૃત્ત બેંક કર્મચારી હનીટ્રેપનો શિકાર:ગાડીમાં યુવતી બેઠી ને 10 સેકન્ડમાં 'નકલી પોલીસ' ત્રાટકી, 25 લાખ પડાવ્યા
    Next Article
    'Where Is This Coming From?' Shefali Shah On Harsh Chhaya's Cryptic Post About Their Marriage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment