Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જયાપાર્વતી જાગરણ કાર્યક્રમ સંપન્ન:સંતોના આશીર્વચન અને સાંસ્કૃતિક પ્રહરી

    16 hours ago

    જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP), દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા જયાપાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુલાબનગર, સાંઢિયા પુલ પાસે આવેલા યોગેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલો આ ઉત્સવ વરસતા વરસાદ વચ્ચે પણ ભારે ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આજના સમયમાં સોશિયલ મીડિયા અને ઓટીટીનું ચલણ વધી રહ્યું છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ, વ્રત પરંપરા અને સંસ્કારોનું જતન થાય તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉત્સવ વ્રતની ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને સંગઠનની શક્તિનો અનોખો સંગમ બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન બહેનો માટે વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા સ્પર્ધા, રાસગરબા સ્પર્ધા અને વિવિધ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દુર્ગાવાહિનીની બહેનો સ્નેહા ચૌહાણ અને નવ્યાબા ચૌહાણ દ્વારા શૌર્ય પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે રાધે ક્રિષ્ના વાળા પૂજ્ય હરિબાપુના પાવન આશીર્વચન પ્રાપ્ત થયા હતા. તેમણે ભારતીય સંસ્કૃતિ, વ્રત-તપનું મહત્વ અને નારી શક્તિના સંગઠન પર વિશેષ ભાર મૂકી શપથ લેવડાવ્યા હતા. દુર્ગાવાહિની પ્રાંત ટોળી સદસ્ય કૃપાબેન લાલ દ્વારા દુર્ગાવાહિનીનો પરિચય આપી, દીકરીઓને સ્વરક્ષણ માટે સંસ્થા સાથે જોડાવા આહવાન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સંઘ પરિવારના રાજભાઈ અને તેમની ટીમ દ્વારા ઢોલના તાલ સાથે ગરબા અને હનુમાન ચાલીસા ગાઈને ભારતીય પરંપરાગત શૈલીની છણાવટ કરવામાં આવી હતી, જેણે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત અને સ્થાનિક મીરાબેન વડગામાએ જહેમત ઉઠાવી હતી. વ્યવસ્થામાં બજરંગદળ મહાનગર સહ સંયોજક ધ્રુમિલભાઈ લંબાટે, સુરક્ષા પ્રમુખ દીપકભાઈ ચુડાસમા અને બલોપાસના પ્રમુખ મિહિરભાઈ શીખલીયા તેમજ તેમની ટીમે સહયોગ આપ્યો હતો. વરસતા વરસાદ વચ્ચે પણ દેવિકા પાનવાળા શામજીભાઈ ચૌહાણ અને મોહિતભાઈ ચૌહાણ દ્વારા તાત્કાલિક જગ્યાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, જેથી બહોળી સંખ્યામાં બહેનો જાગરણનો લાભ લઈ શકી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દુર્ગાવાહિનીમાંથી અર્પિતાબેન અને પાલકબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સૌની ઉપસ્થિતિ અને ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને સાંસ્કૃતિક રંગોથી રંગાઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ખાડીપૂરથી સણિયા હેમાદ બેટમાં ફેરવાયું:7 ફૂટ પાણી ભરાતા સ્થાનિકો ઘરોમાં નજરકેદ, ચારે તરફ પાણી જ પાણી
    Next Article
    નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે રક્તદાન કેમ્પ:સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાસંકુલમાં ખાતે મહારક્તદાન કેમ્પમાં 2975થી વધુ બોટલ એકત્રિત કરાઈ, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો, રિક્ષાચાલકો અને બસ ડ્રાઈવરો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment