Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે રક્તદાન કેમ્પ:સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાસંકુલમાં ખાતે મહારક્તદાન કેમ્પમાં 2975થી વધુ બોટલ એકત્રિત કરાઈ, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો, રિક્ષાચાલકો અને બસ ડ્રાઈવરો જોડાયા

    16 hours ago

    સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગરમાં અ.નિ.પ.પૂ. સદગુરુવર્ય નારાયણપ્રિયદાસની પૂણ્યસ્મૃતિ નિમિત્તે આજે શનિવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ પાંચ સ્થળોએ 2975 થી વધુ રક્તદાતાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું, શહેરના સરદારનગર સ્થિતિ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંકુલમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સંચાલક કે.પી.સ્વામીની પ્રેરણાથી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, રિક્ષાચાલકો, બસ ડ્રાઈવરો વગેરે સ્વૈચ્છિક રીતે આ ભગીરથ કાર્યમાં ઉત્સાહથી જોડાયા હતા. નાત-જાત કે ધર્મના ભેદ વિના આ કાર્યમાં આહુતિ અર્પિ સર્વે સમુદાયના વાલીઓ મહારક્તદાન કેમ્પમાં ખરા અર્થમાં રક્તદાન મહીયતે સુત્રને સાર્થક કર્યું હતું, આ સમાજ ઉપયોગી કાર્ય માટે ભાવનગરની ભાવપ્રિય પ્રજા ઉત્સાહથી જોડાઈ હતી. આ રક્તદાન કેમ્પમાં સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર, નૈમિષારણ્ય કેમ્પસ, GIDC ગુરુકુલ એમ, લાઠીદડ ગુરુકુળ તથા વડોદરા ખાતે આવેલ ડભોઇ સહિત કુલ અલગ અલગ પાંચ સ્થળો એ કુલ મળી 2975 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગરમાં 1537 બોટલ, સ્વામિનારાયણ નૈમિષારણ્ય સ્કુલમાં 451 બોટલ, સ્વામિનારાયણ વિદ્યાલય જી.આઈ.ડી.સી.માં 621 બોટલ સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદડમાં 249 બોટલ તથા ડભોઇ 117 બોટલ રક્તદાન થયુ હતું. આ રક્તદ્દાન રૂપી મહાયજ્ઞમાં રેકોર્ડ બ્રેક 2975 બોટલ રક્તદાન થયું છે. આ મહારક્તદાન કેમ્પ કરી સમાજને એક ઉમદા રાહ ચીંધી હતો. જે સમાજ અને સેવા માટે એક પ્રેરણાદાયી ઉમદા કાર્યની પહેલ છે. આ ભગીરથ કાર્ય માટે સર ટી. બ્લડ બેંક, ભાવનગર બ્લડ બેન્ક અને બાંભણિયા બ્લડ બેંકના સહયોગથી આ કાર્ય ખૂબ જ સરળતાથી થયું હતું. આવાં ઉમદા કાર્ય ગુરુકુળ પરિવાર હરહંમેશ સતત કરતું રહ્યું છે. નારાયણપિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે આ સતત 12માં વર્ષનાં બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી કે.પી.સ્વામી, વિવિધ વિભાગનાં આચાર્યો તેમજ શાળા પરિવારનાં તમામ કર્મચારીઓ સહભાગી થયા હતા. આ અંગે સ્વામિનારાયણ ગુરુકુલના પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલ અને ધર્મભાઈ એ જણાવ્યું હતું કે, આજે સ્વામિનારાયણ ગુરુકુલના આદ્યસ્થાપક પુરાણી સ્વામીની પુણ્યસ્મૃતિમાં આ બારમો મહારક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આજે અમારા સંચાલક કે.પી. સ્વામીના માર્ગદર્શન તળે વિવિધ પાંચ સ્થળોએ સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર, જી.આઈ.ડી.સી. ગુરુકુલ નેમિશારણ્ય, લાઠીદડ અને વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આ મહારક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે., ગત વર્ષે 2700 જેટલા રક્તદાતાઓએ આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું હતું અને આ વર્ષે પણ એટલા જ રક્તદાતાઓ રક્તદાન કરશે એ આ ઉત્સાહને જોતા લાગી રહ્યું છે. સાથે અમારા એક ધ્યેય મંત્ર છે કે આપણા રાષ્ટ્રીય તહેવારો, આપણા ધાર્મિક તહેવારો અને સાથે સાથે આપણું એક અમૂલ્ય યોગદાન સામાજિક સેવામાં પણ હોવું જોઈએ અને એ માટે અમારા સર્વે વાલીઓ, અમારી સાથે જોડાયેલા ભાવનગરના પ્રતિષ્ઠિત લોકો, નાનામાં નાનો વ્યક્તિ પણ આ કેમ્પનો સહભાગી થયો છે, આ સૌને અમારા ગુરુકુલ ટીમ વતી હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, અને સવારથી આજે વરસાદી વાતાવરણ છે છતાં પણ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે રક્તદાતાઓ રક્તદાન કરવા માટે તમામ સ્થળોએ આવી રહ્યા છે આપના માધ્યમથી પણ આ રક્તદાતાઓને ગુરુકુલ પરિવાર વતી હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આવો સાથે મળી આ માનવતાની જોતને અખંડ રાખીએ....
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં જયાપાર્વતી જાગરણ કાર્યક્રમ સંપન્ન:સંતોના આશીર્વચન અને સાંસ્કૃતિક પ્રહરી
    Next Article
    બેચરાજી બસ સ્ટેશને ગુરુપૂર્ણિમાના દિવસે તસ્કરોનો આતંક:ભીડનો લાભ ઉઠાવી સાઈડ પર્સમાં મોટો કાપો મારી 1.43 લાખનું સોનાનું મંગળસૂત્ર અને રોકડ સરકાવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment