Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીને કાયમી રીતે પૂરમુક્ત બનાવવા માસ્ટર પ્લાન તૈયાર થશે:કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની જાહેરાત, પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તંત્ર સાથે સમીક્ષા કરી

    9 hours ago

    નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેમણે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્ત લોકોની સ્થિતિ જાણી અને તંત્રની કામગીરી અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે નવસારીને ભવિષ્યમાં પૂરમુક્ત બનાવવા માટે કાયમી એક્શન પ્લાન તૈયાર કરવાની જાહેરાત કરી હતી. રાહત કેમ્પમાં પહોંચીને અસરગ્રસ્તોની સમસ્યાઓ જાણી સી.આર. પાટીલે નવસારી શહેરની ભક્તાશ્રમ શાળામાં કાર્યરત રાહત કેમ્પની મુલાકાત લીધી હતી. અહીં આશ્રય લઈ રહેલા પૂરપીડિતો સાથે વાતચીત કરીને તેમની જરૂરિયાતો, રહેવા-જમવાની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે તંત્ર દ્વારા પૂરપીડિતો માટે કરવામાં આવેલી વૈકલ્પિક આશ્રય અને ગુણવત્તાયુક્ત ભોજનની વ્યવસ્થાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મુશ્કેલીના સમયમાં લોકોને યોગ્ય રીતે સંભાળવાની કામગીરી સરાહનીય રહી છે. અગાઉથી લેવાયેલી તકેદારીથી મોટી દુર્ઘટના ટળી માધ્યમો સાથે વાતચીત દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ વર્ષે 'અલ નીનો'ની અસરને કારણે ભારે અને અસામાન્ય વરસાદની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી. અગાઉના પૂરનાં અનુભવોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ સમયસર આગોતરા આયોજન અને તકેદારીના પગલાં લીધા હતા. તેના પરિણામે આ વખતે આવેલા પૂર દરમિયાન રેસ્ક્યુ કામગીરી માટે કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને એક પણ ઇમરજન્સી ફોન કરવાની જરૂર પડી નહોતી. 11થી 12 હજાર લોકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડાયા તંત્રની કામગીરીની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, પૂરનો ભય ધરાવતા નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે 11થી 12 હજાર લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. સમયસર સ્થળાંતર અને પૂર્વ તૈયારીના કારણે મોટી જાનહાની તેમજ વ્યાપક નુકસાનને અટકાવવામાં સફળતા મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. નવસારીને કાયમી પૂરમુક્ત બનાવવા માસ્ટર પ્લાન બનશે ભવિષ્યમાં નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સરકાર વ્યાપક આયોજન કરશે તેવી ખાતરી આપતાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, અધિકારીઓ સાથે મળીને મજબૂત અને લાંબા ગાળાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા, વરસાદી પાણીના નિકાલની સુવિધા મજબૂત બનાવવા અને એવી પરિસ્થિતિ સર્જવાની દિશામાં કામ કરવામાં આવશે કે જ્યાં લોકોને ભવિષ્યમાં સ્થળાંતર કરવાની કે રાહત પેકેટોની જરૂરિયાત જ ન રહે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નવસારી જિલ્લાને સંપૂર્ણ પૂરમુક્ત બનાવવા માટે કાયમી અને અસરકારક આયોજન અમલમાં મૂકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 3 ઈંચ વરસાદમાં પોપટપરા નાળું બંધ:શહેરમાં સિઝનનો 13 ઇંચ વરસાદ, લાલપરી ડેમ 90% ભરાયો; આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
    Next Article
    કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે છઠ્ઠો ગોલ્ડ જીત્યો:પ્રીતિ પવારે વુમન્સ બોક્સિંગની ફાઈનલ જીત્યો, હજુ પણ 9 ભારતીય બોક્સર્સ ગોલ્ડની રેસમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment