Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 3 ઈંચ વરસાદમાં પોપટપરા નાળું બંધ:શહેરમાં સિઝનનો 13 ઇંચ વરસાદ, લાલપરી ડેમ 90% ભરાયો; આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

    11 hours ago

    રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રીના 12 વાગ્યાથી આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે સિઝનનો કુલ વરસાદ 13 ઇંચ નોંધાયો છે જેમાં સેન્ટ્રલ ઝોનમાં 336 mm, વેસ્ટ ઝોનમાં 361 mm અને ઇસ્ટ ઝોનમાં 299 mm વરસાદ નોંધાયો છે. હજુ પામ ધીમીધારે વરસાદ રાજકોટ શહેરમાં વરસી રહ્યો છે. ધીમીધારે વરસતા વરસાદના કારણે કોઈ જગ્યાએ મોટી હાલાકી કે પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ નથી. બપોરે 12 વાગ્યા સુધી માત્ર બે ઇંચ વરસાદમાં પોપટપરાનું ગરનાળુ બંધ કરી દેવામાં આવ્યું છે જેથી અહીંથી દૈનિક પસાર થતા અંદાજે 50 હજાર લોકોને મૂશ્કેલી ભોગવી પડી રહી છે. આ સિવાય આજી 2 ડેમના બે દરવાજા ખોલાતા પડધરી તાલુકાના 10 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે લાલપરી ડેમ 90 ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જ્યારે શહેરના નીચાણવાળા ગણાતા સોરઠિયાવાડી પાસેની લલૂડી વોકળીમાં પાણી ભરાય તો 1000થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટેની તૈયારી કરવામાં આવી છે. અહીં મહાનગરપાલિકાની ટીમ દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અઢી ઇંચ વરસાદ વરસતા જ શહેરમાં પાણી ભરાયા રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રીના 12 વાગ્યાથી આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે સિઝનનો કુલ વરસાદ 13 ઇંચ નોંધાયો છે જેમાં સેન્ટ્રલ ઝોનમાં 336 mm, વેસ્ટ ઝોનમાં 361 mm અને ઇસ્ટ ઝોનમાં 299 mm વરસાદ નોંધાયો છે. હજુ પામ ધીમીધારે વરસાદ રાજકોટ શહેરમાં વરસી રહ્યો છે. ધીમીધારે વરસતા વરસાદના કારણે કોઈ જગ્યાએ મોટી હાલાકી કે પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ નથી. અહીં માત્ર બે ઇંચ વરસાદ વરસતા શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલ ગરનાળામાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ચુકી છે. ગરનાળામાં પાણી ભરાવાની સાથે જ ગરનાળું તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ તેમજ મનપા સ્ટાફને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોપટપરા વિસ્તારમાં આવેલ ગરનાળું બંધ કરાયું બન્ને તરફથી ગરનાળું બંધ કરી દેવામાં આવતા રેલનગર, પોપટપરા, રેફ્યુજી કોલોની, રૂખડિયાપરા વિસ્તારના 50,000 જેટલા લોકોને અવરજવર કરવામાં અસર પહોંચી શકે છે અને તેઓને ફરીને એક તરફથી બીજી તરફ અવરજવર કરવી પડે છે. વર્ષો જૂની આ વિસ્તારની સમસ્યા છે અને નજીવા એકથી બે ઇંચ વરસાદમાં જ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રૈયા રોડ પર ઝાડ પડ્યું, તિરુપતિ સોસાયટીમાં પાણી ભરાયા આજે રાજકોટ શહેરમાં રૈયા રોડ પર આવેલ તિરુપતિ સોસાયટીમાં વરસાદના કારણે એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. આ ઉપરાંત શહેરના રૈયા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો દ્વારા મનપા તંત્રને જાણ કરતા તાત્કાલિક મનપાના કર્મચારીઓ સ્થળ પર પહોંચી નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. ‘લલૂડી વોકળી વરસાદમાં ડૂબી ન જાય તે માટે મનપા સજ્જ’ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મહેશ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી લલૂડી વોકળીમાં વરસાદી પાણી ન ભરાઈ તે માટે બે જગ્યાએ શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમે એનાઉન્સમેન્ટ થકી લોકોને એલર્ટ કર્યા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોમા લોકોને સતર્ક રહેવા માટે એનાઉન્સમેન્ટ થકી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આજી 2 ડેમના બે દરવાજા ખોલાતા પડધરીના 10 ગામોને એલર્ટ આપવામાં આવ્યું વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકાના આજી 2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે રાત્રે 12.30 વાગ્યે ડેમના 2 દરવાજા 0.102 મીટર ખોલવામાં આવ્યા છે. જેના કારણે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમની પૂર્ણ જળસપાટી 73.76 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 72.5 મીટર છે. ડેમમાં નીરની આવક અને જાવક 380 ક્યુસેક છે. લાલપરી ડેમ 90 ટકા ભરાયો, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી 137.46 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 137.16 મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો 4.6 ઘનમીટર છે. ડેમમાં નીરની આવક 474 ક્યુસેક છે, અને જાવક 0 છે. ધોરાજી પાસેના ભાદર 2 ડેમનો એક દરવાજો ખોલાયો, નદી પટમાં અવરજવર ના કરવા સૂચના વરસાદના લીધે પાણીની આવક વધતા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર 2 ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. આ સાથે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા નીચેના અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ધોરાજી તાલુકાના ભોળા, ભલ ગામડા, છાડવાવદર, સુપેડી, જયારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી તથા આસપાસના વિસ્તારો, ચિખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા, ગઢા, ગાંદોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નિલાખા, તલગાણા, ઉપલેટામાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બિલડી, ચૌટા, છત્રાવા, કટવાણા, કુતિયાણા, માંડવા, પસવારી, રોઘડા, સેગ્રાસ, થાપડા માણાવદર, ચીલોદરા, રોઘડા, વડાસડા, વેકરી પોરબંદર, ચીકાસા, ગારેજ, મિતરાળા, નવી બંદર ગામ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. ડેમની પૂર્ણ જળસપાટી 53.1 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 52.5 મીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક 673 ક્યુસેક છે.
    Click here to Read More
    Previous Article
    ઇડરમાં કાર હોડીની જેમ વહી ગઈ:4 વાગ્યા સુધી 16 જિલ્લામાં રેડ એલર્ટ, ધ્રાંગધ્રામાં 7 ઇંચ; સુરતમાં મીઠી ખાડી ઓવરફ્લોની તૈયારીમાં
    Next Article
    નવસારીને કાયમી રીતે પૂરમુક્ત બનાવવા માસ્ટર પ્લાન તૈયાર થશે:કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની જાહેરાત, પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તંત્ર સાથે સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment