Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જિલ્લામાં બારેમેઘ ખાંગા:નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર, રૌદ્ર સ્વરૂપે વહેતો ધાણીકુટ ધોધ જોવા ભીડ જામી, તંત્ર દ્વારા સાવચેતીની અપીલ

    16 hours ago

    ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નેત્રંગ અને વાલિયા તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદના પગલે નેત્રંગનો પ્રસિદ્ધ ધાણીકુટ ધોધ રૌદ્ર સ્વરૂપે ધસમસતો જોવા મળ્યો હતો. ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ઉઠ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધાણીકુટ ધોધમાં પાણીનો પ્રવાહ અનેકગણો વધી જતાં મનમોહક દૃશ્યો સર્જાયા હતા. આ કુદરતી નજારો જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા નદી-નાળાઓ અને ધોધ નજીક બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ સાવચેતી રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દુર્ગા વાહિની દ્વારા જયાપાર્વતી વ્રત જાગરણ:ડિજિટલ યુગના પ્રભાવથી દૂર રહીને ભાવનગરની દીકરીઓએ મોબાઈલ છોડી પરંપરાગત રમતો અને રાસ-ગરબાની રમઝટ બોલાવી
    Next Article
    ભાવનગરમાં આગાહીના પગલે છેલ્લા 24 કલાકથી ધીમીધારે વરસાદ:પાલીતાણામાં 4 ઈંચ, ભાવનગર, સિહોર, મહુવા વલ્લભીપુર તથા ઉમરાળામાં 3-3 ઈંચ, ઘોઘા અને ગારીયાધારમાં 2.5 ઈંચ, જયારે તળાજા અને જેસરમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment