Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં આગાહીના પગલે છેલ્લા 24 કલાકથી ધીમીધારે વરસાદ:પાલીતાણામાં 4 ઈંચ, ભાવનગર, સિહોર, મહુવા વલ્લભીપુર તથા ઉમરાળામાં 3-3 ઈંચ, ઘોઘા અને ગારીયાધારમાં 2.5 ઈંચ, જયારે તળાજા અને જેસરમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો

    16 hours ago

    ભાવનગર જિલ્લામાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા 24 કલાક થી ભાવનગર જિલ્લામાં ઝરમર થી લઈ ઘોઘમાર સુધીનો વરસાદ વરસ્યો હતો, જેમાં ગત આખી રાત્ર ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જેમાં પાલીતાણામાં 4 ઈંચ, ભાવનગર, સિહોર, મહુવા, વલ્લભીપુર તથા ઉમરાળામાં 3-3 ઈંચ, ઘોઘા અને ગારીયાધારમાં 2.5 ઈંચ, જયારે તળાજા અને જેસરમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો હતો, આમ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આજે રેડ એલર્ટ ના પગલે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, ભાવનગરમાં રેડ એલર્ટ ના પગલે શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી તા.31 જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ભારે વરસાદ અને તેજ પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા તેમજ તાલુકા મથકોએ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે, કોઈપણ પ્રકારની મદદ કે માહિતી માટે નાગરિકો કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે તેમજ તાલુકા કક્ષાએ તલાટી સુધીના તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહી સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં એક સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ પણ તહેનાત કરવામાં આવી હોવાનું કલેક્ટરએ જણાવ્યું હતું., ભાવનગર જિલ્લા કલેકટર ડો.મનીષ બંસલે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર જવાનું ટાળવું, નાળા, કોઝવે અથવા પાણી ભરાયેલા માર્ગો પરથી કોઈપણ સંજોગોમાં પસાર ન થવું તેમજ વીજળી અને તેજ પવન દરમિયાન વૃક્ષો નીચે કે અન્ય અસુરક્ષિત સ્થળોએ આશરો ન લેવા તેમણે અનુરોધ કર્યો હતો., તેમજ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે કોઈપણ ઇમરજન્સી અથવા મુશ્કેલીની સ્થિતિમાં જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કલેક્ટરએ જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આગામી 48 કલાકમાં અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, બોટાદ, ભાવનગર, દમણ, દાદર અને નગર હવેલી ઓ જિલ્લાઓને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અતિ ભારે વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સુધીમાં વલ્લભીપુરમાં - 79 મિમી, ઉમરાળામાં -72 મિમી, ભાવનગરમાં - 86 મિમી, ઘોઘામાં - 65 મિમી, સિહોરમાં - 82 મિમી, ગારીયાધારમાં - 60 મિમી, પાલીતાણામાં - 100 મિમી, તળાજામાં - 53 મિમી, મહુવામાં - 83 મિમી તથા જેસરમાં - 54 મિમી વરસાદ વરસ્યો હતો, આમ, ભાવનગર જિલ્લાના સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો...
    Click here to Read More
    Previous Article
    ભરૂચ જિલ્લામાં બારેમેઘ ખાંગા:નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર, રૌદ્ર સ્વરૂપે વહેતો ધાણીકુટ ધોધ જોવા ભીડ જામી, તંત્ર દ્વારા સાવચેતીની અપીલ
    Next Article
    મેઘરાજાની બેટિંગ વચ્ચે વ્યારા નગરપાલિકા એલર્ટ:અવિરત વરસાદમાં પણ યુદ્ધના ધોરણે સફાઈ અને ફોગિંગ કામગીરી ધમધમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment