Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરાજાની બેટિંગ વચ્ચે વ્યારા નગરપાલિકા એલર્ટ:અવિરત વરસાદમાં પણ યુદ્ધના ધોરણે સફાઈ અને ફોગિંગ કામગીરી ધમધમી

    15 hours ago

    તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે પણ નાગરિકોને ગંદકી, દુર્ગંધ અને સંભવિત રોગચાળાના ખતરાથી બચાવવા વ્યારા નગરપાલિકાનું તંત્ર સક્રિય બન્યું છે. પાલિકાના પ્રમુખ, અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓની ટીમો પ્રતિકૂળ હવામાનમાં પણ શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ ચલાવી રહી છે. ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ન સર્જાય અને માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાય તે માટે પાલિકાએ વિશેષ આયોજન કર્યું છે. સફાઈ કામદારો દ્વારા કાનપુરા, જાખરી વિસ્તાર તેમજ શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક શેરીઓમાંથી વરસાદી પાણી સાથે તણાઈ આવેલા કચરા, પ્લાસ્ટિક અને કાદવ-કિચડને તાત્કાલિક હટાવવામાં આવ્યો છે. આનાથી વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર સરળ બની છે. સતત વરસાદ અને ભેજવાળા વાતાવરણથી મચ્છરોના ઉપદ્રવ વધવાની અને ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ જેવા મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળા ફાટી નીકળવાની સંભાવના રહે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વ્યારા નગરપાલિકાના આરોગ્ય વિભાગે આગોતરા પગલાંરૂપે શહેરમાં કીટકનાશક દવાઓનો છંટકાવ (એન્ટી-લાર્વલ સ્પ્રે) અને ફોગિંગની કામગીરી શરૂ કરી છે. પાલિકાની આ કામગીરીથી શહેરીજનોમાં હાશકારો અનુભવાયો છે અને તંત્રની સતર્કતાને આવકારવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં આગાહીના પગલે છેલ્લા 24 કલાકથી ધીમીધારે વરસાદ:પાલીતાણામાં 4 ઈંચ, ભાવનગર, સિહોર, મહુવા વલ્લભીપુર તથા ઉમરાળામાં 3-3 ઈંચ, ઘોઘા અને ગારીયાધારમાં 2.5 ઈંચ, જયારે તળાજા અને જેસરમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો
    Next Article
    US To Bomb Iran This Weekend? Trump Gives "Hit Very Hard" Nod To Military

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment