Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ગા વાહિની દ્વારા જયાપાર્વતી વ્રત જાગરણ:ડિજિટલ યુગના પ્રભાવથી દૂર રહીને ભાવનગરની દીકરીઓએ મોબાઈલ છોડી પરંપરાગત રમતો અને રાસ-ગરબાની રમઝટ બોલાવી

    17 hours ago

    સંગીત ખુરશી, લીંબુ ચમચી, મહેંદી અને આરતી શણગાર જેવી સ્પર્ધાઓમાં વિજેતા બહેનોને વિશેષ પ્રોત્સાહન અપાયું વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર મહાનગર અંતર્ગત દુર્ગા વાહિની દ્વારા પરંપરાગત જયા પાર્વતી વ્રતના પવિત્ર અવસર પર દીકરીઓમાં જ્ઞાન, ગમ્મત અને શિસ્તબદ્ધ વાતાવરણ વચ્ચે ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તેવા ઉમદા હેતુસર ભવ્ય જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ​ભાવનગર મહાનગરના ડો.ભીમરાવ આંબેડકર પ્રખંડ અંતર્ગત કુંભારવાડા સ્થિત અમર સોસાયટી ખાતે આવેલ પવિત્ર બાલા હનુમાનજી મહારાજ મંદિરના પ્રાંગણમાં શુક્રવારના રોજ રાત્રે 9 થી 12 કલાક દરમિયાન વિવિધ રમતો રમાડવા આવી હતી જેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, ત્રિપગી દોડ, આરતી શણગાર સ્પર્ધા, કોથળા દોડ, મહેંદી સ્પર્ધા તથા ચાંદલા ચોડ સ્પર્ધા સહિતનો રમતો રમાડવામાં આવી હતી, જેમાં વિજેતા બહેનોને માતૃશક્તિઓની વિશેષ ઉપસ્થિતિમાં 1 થી 3 નંબર આપીને બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી, સ્પર્ધાઓ ઉપરાંત ઉપસ્થિત દીકરીઓ દ્વારા પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, ​દુર્ગા વાહિની ભાવનગર મહાનગર સંયોજિકા આસ્થાબેન મેરએ આ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ દીકરીઓ અને માતૃશક્તિ બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતા. આજના ડિજિટલ યુગમાં 15 થી 35 વર્ષ સુધીની યુવતીઓ ટીવી અને મોબાઈલ જેવા માધ્યમોથી દૂર રહીને આપણી સંસ્કૃતિને અનુરૂપ શારીરિક અને માનસિક રમતોમાં સક્રિયપણે જોડાય તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    છત્રી લઈને જતો યુવક મીઠી ખાડીમાં ખાબક્યો, CCTV:ઉમરવાડા નજીકની ખાડી કચરાથી પેક હોવાથી 9 કલાકથી રેસ્ક્યૂ ઠપ્પ, JCB નિષ્ફળ જતાં પોકલેન્ડ મશીન બોલાવાયું
    Next Article
    ભરૂચ જિલ્લામાં બારેમેઘ ખાંગા:નેત્રંગ-વાલિયામાં જળબંબાકાર, રૌદ્ર સ્વરૂપે વહેતો ધાણીકુટ ધોધ જોવા ભીડ જામી, તંત્ર દ્વારા સાવચેતીની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment