Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છત્રી લઈને જતો યુવક મીઠી ખાડીમાં ખાબક્યો, CCTV:ઉમરવાડા નજીકની ખાડી કચરાથી પેક હોવાથી 9 કલાકથી રેસ્ક્યૂ ઠપ્પ, JCB નિષ્ફળ જતાં પોકલેન્ડ મશીન બોલાવાયું

    18 hours ago

    સુરતના ઉમરવાડા નજીક છત્રી લઈને જતો એક યુવક અચાનક મીઠી ખાડીમાં ખાબક્યો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સ્થળ પર કચરાના થર એટલા ભયાનક છે કે ફાયર ઓફિસરે પોતે સ્વીકાર્યું છે કે "ખાડીના પાણી ઉપર 3થી 4 ફૂટ કચરો છે, જેના પર માણસ ચાલી પણ શકે છે." 10 કરોડના સફાઈ ખર્ચ સામે સુરત મનપા માટે આ અત્યંત શરમજનક બાબત સાબિત થઈ રહી છે. ગઈકાલે 31 જુલાઈ સવારે 11 વાગ્યાથી શરૂ થયેલું ઓપરેશન રાત્રે 8 વાગ્યા પછી પણ સતત ચાલુ રહ્યું હતું. 9 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખાડીમાં પડેલા યુવકનો કોઈ જ પત્તો મળી શક્યો નથી. હાલ ખાડીમાં ખાબકેલા યુવકની શોધખોળ ચાલી રહી છે. યુવક ખાડીમાં ગરકાવ થયો, CCTVમાં કેદ થઈ ઘટના સુરતના ઉમરવાડા વિસ્તાર નજીકથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. ભારે વરસાદ અને વિઝિબિલિટી વચ્ચે એક સામાન્ય નાગરિક હાથમાં છત્રી લઈને રસ્તો ઓળંગી રહ્યો હતો. તે જ સમયે ખાડી કિનારે પહોંચતા જ અચાનક તેનો પગ લપસ્યો હતો અથવા તો ખાડીનો ખ્યાલ ન આવતા તે સીધો જ ઊંડી ખાડીમાં ખાબક્યો હતો. આ સમગ્ર કાળજું કંપાવનારો બનાવ નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવક પાણી અને કચરાના સામ્રાજ્ય વચ્ચે ક્ષણવારમાં જ ઓઝલ થઈ જાય છે અને ત્યારબાદ તેનો કોઈ પત્તો લાગતો નથી. સ્થાનિકો દોડી આવ્યા, પણ કચરાના લીધે લાચાર બન્યા યુવક ખાડીમાં પડ્યો હોવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. CCTV ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે આસપાસના 4થી 5 સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક યુવકને બચાવવા માટે દોડી આવ્યા હતા. લોકોએ ખાડી કિનારેથી યુવકની શોધખોળ શરૂ કરી હતી અને તેને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ ખાડીમાં જામેલા અતિશય ગંદકી અને કચરાના પહાડને કારણે લોકો લાચાર બની ગયા હતા. અંતે કોઈ ઉપાય ન જણાતા સ્થાનિકોએ તાત્કાલિક સુરત મનપાના ફાયર બ્રિગેડ વિભાગને ઘટના અંગે જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી ત્યારે પરિસ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. 'પાણી ઉપર એટલો કચરો કે માણસ ચાલી શકે' ફાયર ઓફિસરે શુક્લા વધુમાં કહ્યું કે, ગઈકાલે 31 જુલાઈએ આ સવારે 11 વાગ્યાની ઘટના છે. રહીશોએ ફોન કર્યા હતા કે એક માણસ ખાડીમાં પડી ગયા છે. અમે 11:30 વાગે આવ્યા. શોધ કર્યા પણ કચરાનું એટલું બધું પ્રમાણ હતું, 3થી 4 ફૂટ પાણીની ઉપર કચરો હતો. એના ઉપર માણસ ચાલી જાય તો પણ પાણીની અંદર નહીં જાય, એટલું બધું કચરો હતો. પછી અમે બે JCB મંગાવ્યા, પણ JCBના બ્રિકેટ આખું ખાડીની અંદર નહીં પહોંચતા પછી અમે પોકલેન્ડની માગ કરી, જેનાથી બધું કચરૂં કઢાઈ જાય. JCB પણ નિષ્ફળ જતાં આખરે પોકલેન્ડ મશીન બોલાવાયું રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ખાડીમાં કચરાની ઘનતા એટલી વધારે હતી કે શરૂઆતમાં મંગાવવામાં આવેલા 2 JCB મશીનો સાવ નિષ્ફળ નિવડ્યા હતા. JCB મશીનના બ્રિકેટ ખાડીના ઊંડાણ સુધી પહોંચી શકતા નહોતા અને કચરો દૂર થતો નહોતો. રેસ્ક્યૂ ટીમ કામગીરી આગળ ન ધપાવી શકતા આખરે મોટા પોકલેન્ડ મશીનની માગ કરવામાં આવી હતી. પોકલેન્ડ મશીન આવ્યા બાદ તેના મોટા બ્રિકેટ વડે ખાડીમાંથી ટનબંધ કચરો બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી અંદર દબાયેલા યુવકની ભાળ મેળવી શકાય. 9 કલાકથી વધુ સમય છતાં યુવક અકબંધ ગુમ સવારે 11 વાગ્યાથી શરૂ થયેલું ઓપરેશન રાત્રે 8 વાગ્યા પછી પણ સતત ચાલુ રહ્યું હતું. 9 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખાડીમાં પડેલા યુવકનો કોઈ જ પત્તો મળી શક્યો નથી. યુવક જીવિત છે કે કચરા નીચે દબાઈ જવાથી તેનો શ્વાસ રુંધાઈ ગયો છે તે અંગે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. પાલિકા તંત્રની ઘોર લાપરવાઈ અને ખાડી સફાઈના પોકળ દાવાઓને કારણે આજે એક નિર્દોષનો જીવ જોખમમાં મુકાયો છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં સુરત મહાનગરપાલિકાના વહીવટ સામે ભારે વિરોધ અને આક્રોશ વ્યાપી ગયો છે. રૂ. 10 કરોડના ખર્ચ સામે સુરત મનપાની પોલ ખૂલી સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ખાડી સફાઈ માટે રૂ. 10 કરોડ જેટલી માતબર રકમનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ આ ઘટનાએ પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં ખાડીઓ કચરાથી ખદબદી રહી છે. આ પરિસ્થિતિએ પાલિકા તંત્રના ભ્રષ્ટાચાર અને બેદરકારીની વરવી વાસ્તવિકતા છતી કરી દીધી છે. એક નિર્દોષ નાગરિકની જિંદગી અત્યારે મનપાના પાપે દાવ પર લાગી ગઈ છે, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લખતરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ:ઉમઈ નદીમાં પૂરથી 4થી વધુ ગામો સંપર્કવિહોણા; 12 જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરરસાદની આગાહી
    Next Article
    દુર્ગા વાહિની દ્વારા જયાપાર્વતી વ્રત જાગરણ:ડિજિટલ યુગના પ્રભાવથી દૂર રહીને ભાવનગરની દીકરીઓએ મોબાઈલ છોડી પરંપરાગત રમતો અને રાસ-ગરબાની રમઝટ બોલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment