Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ઔરંગા પૂર ઓસર્યા, તારાજીના દ્રશ્યો સામે આવ્યા:પીચિંગ વિસ્તાર કાદવ-કચરાથી ખદબદ્યો, નગરપાલિકા યુદ્ધધોરણે સફાઈ કરશે

    21 hours ago

    વલસાડ શહેરમાં ઔરંગા નદીના પૂર ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ગઈકાલે ઔરંગા નદી 8 મીટરની ભયજનક સપાટીથી ઉપર વહેતી હતી, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા પછી, વલસાડ શહેર અને ભગડા ખૂર્દ ગામને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા પીચિંગ વિસ્તારમાં ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટનો કચરો પૂરના પાણી સાથે ઘસડાઈને નીચાણવાળા રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયો હતો. રસ્તાઓ પર કચરાના ઢગલા, લાઈટના થાંભલા અને વાહનો પર ફસાયેલા પ્લાસ્ટિક તથા અન્ય ગંદકી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ અંગે વલસાડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ આશિષ દેસાઈએ જણાવ્યું હતું કે, પૂરના પાણી મોડી રાત સુધી ભરાયેલા હતા. સવારે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ સ્લમ એરિયા અને દાણા બજાર સહિતના વધુ કચરો અને કાદવ જમા થયેલા વિસ્તારોમાં 3 થી 4 ટીમો દ્વારા યુદ્ધધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે નગરપાલિકાના કેટલાક કર્મચારીઓના ઘરોમાં પણ પાણી ભરાયા હોવા છતાં તેઓ ફરજ પર હાજર થયા છે. વધારાની ટીમો બોલાવીને વહેલી તકે સફાઈ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. પૂરના પાણી ઓસર્યા બાદ કાદવ અને દુર્ગંધયુક્ત કચરાને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો નગરપાલિકા દ્વારા વહેલી તકે તમામ કચરો અને કાદવ દૂર કરવાની માંગ કરી રહ્યા છે, જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 4 થી 8 ઇંચ વરસાદ, નાયકા-વાંસલ ડેમ ઓવરફ્લો:તંત્ર એલર્ટ મોડમાં; લખતરમાં 8, વઢવાણ-ચુડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો
    Next Article
    સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ ઓવરફ્લો:નીચાણવાળા ચુડા, ગોખરવાળા ગામોને સાવચેતી, નાયકા ડેમ 90% ભરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment