Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 4 થી 8 ઇંચ વરસાદ, નાયકા-વાંસલ ડેમ ઓવરફ્લો:તંત્ર એલર્ટ મોડમાં; લખતરમાં 8, વઢવાણ-ચુડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો

    20 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક ચારથી આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નાયકા અને વાંસલ ડેમ ઓવરફ્લો થયા છે, જેના પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં લખતર તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ, વઢવાણ અને ચુડા તાલુકામાં 7-7 ઇંચ, જ્યારે મુળી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, સાયલા તાલુકામાં 5 ઇંચ અને ધ્રાંગધ્રા, દસાડા, ચોટીલા, લીંબડી તથા થાનગઢ તાલુકામાં 4-4 ઇંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મીમીમાં જોઈએ તો, ધ્રાંગધ્રામાં 94 મીમી, દસાડામાં 97 મીમી, લખતરમાં 197 મીમી, વઢવાણમાં 172 મીમી, મુળીમાં 141 મીમી, ચોટીલામાં 89 મીમી, સાયલામાં 124 મીમી, ચુડામાં 171 મીમી, લીંબડીમાં 85 મીમી અને થાનગઢમાં 98 મીમી વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર, મુળી તાલુકાનો નાયકા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામો જેવાં કે ગૌતમગઢ, કુકડા, ગોદાવરી, શેખપરના ગ્રામજનોને નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ પોતાની માલ-મિલકત અને ઢોર-ઢાંખરને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે સતત વરસાદને કારણે પાણીની આવક વધતા વાંસલ ડેમ પણ તેની પૂર્ણ જળસપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાના પરિણામે સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ચુડા અને ગોખરવાળા ગામોના સ્થાનિક નાગરિકો, ગ્રામજનો તથા પશુપાલકોને નદીના પટમાં કે આસપાસના વિસ્તારોમાં અવર-જવર ન કરવા તેમજ નદી ઓળંગવાનો કોઈ પ્રયાસ ન કરવા સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને સાવચેતીના પગલે પોતાની માલમિલકત, ઢોર-ઢાંખર અને પશુધનને તાત્કાલિક અસરથી સલામત તથા ઊંચાણવાળા સ્થળોએ ખસેડી લેવા અનુરોધ કરાયો છે. અનિચ્છનીય બનાવ ટાળવા માટે ગ્રામજનોને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સહકાર આપવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    મોટા વરાછામાં મોડી રાત્રે ઇન્ફર્નો પિઝા સેન્ટરમાં ભીષણ આગ:ઓપેરા બિઝનેસ હબનું પિઝા સેન્ટર બળીને ખાક, સદનસીબે મોટી જાનહાનિ ટળી
    Next Article
    વલસાડમાં ઔરંગા પૂર ઓસર્યા, તારાજીના દ્રશ્યો સામે આવ્યા:પીચિંગ વિસ્તાર કાદવ-કચરાથી ખદબદ્યો, નગરપાલિકા યુદ્ધધોરણે સફાઈ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment