Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા વરાછામાં મોડી રાત્રે ઇન્ફર્નો પિઝા સેન્ટરમાં ભીષણ આગ:ઓપેરા બિઝનેસ હબનું પિઝા સેન્ટર બળીને ખાક, સદનસીબે મોટી જાનહાનિ ટળી

    19 hours ago

    સુરતના મોટા વરાછામાં આવેલા જાણીતા કોમર્શિયલ કૉમ્પ્લેક્સ 'ઓપેરા બિઝનેસ હબ'માં આવેલ ઇન્ફર્નો પિઝા સેન્ટરમાં અચાનક ભીષણ આગ લાગી હતી. મોડી રાત્રે જ્યારે આસપાસનો વિસ્તાર શાંત હતો, ત્યારે અચાનક પિઝા સેન્ટરમાંથી મોટો ધડાકો સંભળાયો હતો અને જોતજોતામાં આગના રૌદ્ર સ્વરૂપે આખા પિઝા સેન્ટરને પોતાની લપેટમાં લઈ લીધું હતું. અચાનક મોટો અવાજ થતાં અને આગની ઊંચી જ્વાળાઓ દેખાતાં આસપાસના વિસ્તારમાં ભયનો વાતાવરણ ફેલાઈ ગયું હતું. પિઝા સેન્ટરમાંથી બ્લાસ્ટનો અવાજ આવતાં લોકો દોડી આવ્યા મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે આશરે દોઢ વાગ્યાના સુમારે આ દુર્ઘટના ઘટી હતી. રાત્રિનો સમય હોવાથી પિઝા સેન્ટર બંધ થઈ ચૂક્યું હતું અને ત્યાં કોઈ પણ કર્મચારી કે ગ્રાહક હાજર ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો. પિઝા સેન્ટરમાંથી બ્લાસ્ટ થવાનો અવાજ આવતાં જ આસપાસના લોકો જાગી ગયા હતા અને ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કૉમ્પ્લેક્સમાં અચાનક લાગેલી આ આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી દેખાવા લાગ્યા હતા. ફાયર ફાઈટરો ભારે જહેમતે આગને કાબુમા લીધી આગ લાગવાની સૂચના મળતાં જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ બનાવ સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર ફાઈટરો દ્વારા ચારેય તરફથી પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સમયસૂચકતા વાપરીને ફાયર બ્રિગેડની ટીમે આગને વધુ પ્રસરતી અટકાવી હતી, જેના કારણે કૉમ્પ્લેક્સની અન્ય દુકાનો અને ઓફિસો સુધી આ ભીષણ આગને પહોંચતા રોકી શકાઈ હતી. કૉમ્પ્લેક્સ ખાલી હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી પ્રાથમિક તારણો મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બંધ પિઝા સેન્ટરમાં ઇલેક્ટ્રિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ધડાકો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનામાં સદનસીબે રાત્રિનો સમય હોવાને કારણે અને કૉમ્પ્લેક્સ ખાલી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. પરંતુ આગની ભયાનકતા એટલી વધુ હતી કે આખુંય ઇન્ફર્નો પિઝા સેન્ટર બળીને ખાક થઈ ગયું છે. પિઝા સેન્ટર બળીને ખાક આ ભીષણ આગને કારણે પિઝા સેન્ટરમાં રહેલું તમામ ફર્નિચર, ઇલેક્ટ્રિક સાધનો, કિચન વેરિએન્ટ્સ અને અન્ય માલસામાન બળીને કોલસો થઈ ગયો છે. પિઝા સેન્ટર ઉપરાંત ઓપેરા બિઝનેસ હબના આ ભાગમાં તથા તેની આસપાસના સ્ટ્રક્ચરને પણ મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે. આગના કારણે થયેલા આર્થિક નુકસાન અને આગ લાગવાના ચોક્કસ કારણો અંગે સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રેડ એલર્ટ, પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ:પાણી ન ભરાય તે માટે વેજલપુરની શ્રીનંદનગર સોસાયટી બહાર માટીના થેલા ભરીને મૂક્યા; સ્કૂલ-કોલેજોમાં રજા
    Next Article
    સુરેન્દ્રનગરમાં 4 થી 8 ઇંચ વરસાદ, નાયકા-વાંસલ ડેમ ઓવરફ્લો:તંત્ર એલર્ટ મોડમાં; લખતરમાં 8, વઢવાણ-ચુડામાં 7 ઇંચ વરસાદ નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment