Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રેડ એલર્ટ, પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ:પાણી ન ભરાય તે માટે વેજલપુરની શ્રીનંદનગર સોસાયટી બહાર માટીના થેલા ભરીને મૂક્યા; સ્કૂલ-કોલેજોમાં રજા

    23 hours ago

    હવામાન વિભાગે આજે (1 ઓગસ્ટ) અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સંભવિત આફત અને મુશ્કેલીઓને ટાળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવા ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. વેજલપુરના શ્રીનંદનગર સોસાયટીમાં વરસાદના પાણી ન ભરાય તે માટે સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર માટીના થેલા ભરીને મૂકી દીધા છે. ગતરોજ બપોર બાદ રાત્રે શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મેઘમહેરના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, સૌથી વધુ વરસાદ બોડકદેવમાં 2.64 ઈંચ અને બોપલમાં 2.56 વરસાદ નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    3 કલાક ભારે, 12 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરરસાદની આગાહી:નવસારીમાં બોટથી દર્દીનું રેસ્ક્યૂ, લીંબડીનું સમલા ગામ સંપર્ક વિહોણું; સિઝનનો સરેરાશ 64.76% વરસાદ
    Next Article
    મોટા વરાછામાં મોડી રાત્રે ઇન્ફર્નો પિઝા સેન્ટરમાં ભીષણ આગ:ઓપેરા બિઝનેસ હબનું પિઝા સેન્ટર બળીને ખાક, સદનસીબે મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment