Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 કલાક ભારે, 12 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરરસાદની આગાહી:નવસારીમાં બોટથી દર્દીનું રેસ્ક્યૂ, લીંબડીનું સમલા ગામ સંપર્ક વિહોણું; સિઝનનો સરેરાશ 64.76% વરસાદ

    1 day ago

    24 કલાકમાં 255 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. અન્ય 12 તાલુકામાં 10 ઇંચથી વધુ પડ્યો છે. બે દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં નવસારીમાં કરંટ લાગતા 3 લોકોના મોત, જ્યારે આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકના તણાવાથી એક બાળકીનું મોત થયું અને બે બાળકનો બચાવ થયો હતો. બીજી તરફ, છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાંથી અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી એમ બે યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે (1 ઓગસ્ટ) અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી-ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. 3 કલાક ભારે, 12 જિલ્લામાં 'રેડ' અને અન્ય તમામમાં 'ઓરેન્જ એલર્ટ' હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ, આગામી 3 કલાક (1 વાગ્યા સુધી) કચ્છ, મોરબી, જામનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને આણંદમાં 41થી 61 કિમી/કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત સહિત રાજ્યના બાકીના તમામ જિલ્લાઓ અને સંઘપ્રદેશોમાં મધ્યમ વરસાદની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. ભારે વરસાદ અને વાવાઝોડાના પગલે વૃક્ષો ધરાશાયી થવા તથા પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નીચાણવાળા કે નદીકાંઠાના વિસ્તારમાંથી સલામત સ્થળે ખસી જવા અને પશુઓને યોગ્ય આશ્રય આપવા સૂચના અપાઈ છે. રાજ્યના વરસાદની તસવીરો…. નવસારીમાં 160થી વધુ રસ્તા બંધ, અમદાવાદમાં પરીક્ષાર્થીઓ હેરાન થયાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે અનેક શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જ્યાં નવસારી શહેરમાં પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી 28 ફૂટે પહોંચતાં ગધેવાન, કાલીયાવાડી અને શાંતાદેવી રોડ સહિતનો 30%થી વધુ વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થયો છે. મોસમમાં ત્રીજી વાર આવેલા પૂરના કારણે સમગ્ર નવસારી જિલ્લામાં 160થી વધુ રસ્તા બંધ થતાં વાહનવ્યવહાર ઠપ થયો છે અને 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બીજી તરફ અમદાવાદમાં પણ નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાતાં ભારે હાલાકી સર્જાઈ છે; સરકારે રેડ એલર્ટના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હોવા છતાં બોપલમાં TCS સેન્ટર ખાતે SBI POની પરીક્ષા યોજાતાં દુર-દુરથી આવેલા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હતા. વલસાડમાં લોકોની મદદ માટે ગુહાર, ભાદર-2 અને ખાંભડા ડેમમાંથી પાણી છોડાયું અન્ય શહેરોમાં પણ વરસાદી ઈમરજન્સી અને તંત્રની કાર્યવાહી જોવા મળી રહી છે, જ્યાં વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી હોસ્ટેલમાં મધ્યરાત્રિએ પાણી ભરાઈ જતાં 150 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડાયા છે. ભાદર-2 અને બોટાદના ખાંભડા ડેમમાંથી પાણી છોડાતાં રાજકોટ, ઉપલેટા, પોરબંદર અને બોટાદના 25થી વધુ નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ સિવાય વલસાડના કાશ્મીર નગર સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતાં 70થી વધુ ઘરોમાં રાશન અને સરસામાન તણાઈ જતાં સ્થાનિકો વહીવટી તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'Fearing Protests', TISS Postpones Convocation. Chief Justice Was To Be Chief Guest
    Next Article
    અમદાવાદમાં રેડ એલર્ટ, પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ:પાણી ન ભરાય તે માટે વેજલપુરની શ્રીનંદનગર સોસાયટી બહાર માટીના થેલા ભરીને મૂક્યા; સ્કૂલ-કોલેજોમાં રજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment