Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સો-બળાત્કારનો ફરાર આરોપી દમણથી ઝડપાયો:સ્વિગી ડિલિવરી બોય બનીને ફરતો સાગર વાસપુડા જેલભેગો, સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ'તું

    11 hours ago

    સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા મુખ્ય આરોપીને ગોડાદરા પોલીસે બાતમીના આધારે દમણ ખાતેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી સાગર રાજુભાઇ વાસપુડા (મોગરીયા) (ઉંમર વર્ષ 25) મૂળ દમણનો વતની છે અને તે દમણના નાની દમણ વિસ્તારમાં આવેલી ટોબેગો શેરી, સત્યનારાયણ મંદિર પાસે રહેતો હતો. ગંભીર ગુનો આચર્યા બાદ પોલીસ પકડથી બચવા માટે આરોપી દમણમાં 'સ્વિગી' કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો. પોતાની સાચી ઓળખ છુપાવીને સામાન્ય ડિલિવરી બોય તરીકે કામ કરતા આ આરોપી સામે કોર્ટ દ્વારા CRPC કલમ-70 મુજબનું બિનજામીનપાત્ર વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું ઘટનાની વિગત મુજબ, ગત તા. 26 જુલાઈ, 2023ના રોજ આસપાસ ગોડાદરા વિસ્તારમાં રહેતા પિતાએ સગીરવયની દીકરીના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. કોઈ અજાણ્યો શખ્સ સગીરાને વાલીપણામાંથી બળજબરીપૂર્વક અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ મળતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ પોલીસે સગીરાને હસ્તગત કરી તેનું કાયદાકીય નિવેદન લીધું હતું. સગીરાના ગંભીર નિવેદનના આધારે પોલીસે કેસમાં ઈ.પી.કો. કલમ 366, 376(2)(જે)(એન) અને પોક્સો એક્ટ 2012ની કલમ 3(એ), 4, 5(એલ), 6નો ઉમેરો કરી ગુનાની ગંભીરતા વધારી હતી. પોલીસે દમણ ખાતે ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપ્યો ગુનો દાખલ થયા બાદ આરોપી સાગર વાસપુડા સતત પોતાના ઠેકાણા બદલીને પોલીસને છાપરે ચડી રહ્યો હતો. આરોપી સામે અદાલતે CRPC કલમ 70 મુજબનું વોરંટ જારી કર્યું હોવાથી ગોડાદરા પોલીસની ટીમ સતત તેના લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સ પર નજર રાખી રહી હતી. દરમિયાન ગોડાદરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી હાલ નાની દમણ વિસ્તારમાં છૂપાયેલો છે અને સ્વિગીમાં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યો છે. બાતમી મળતાં જ ગોડાદરા પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક દમણ ખાતે રવાના કરવામાં આવી હતી અને તેને ઘેરાબંધી કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને સુરત લાવીને રિમાન્ડ મેળવવા તજવીજ દમણથી ઝડપાયેલા આરોપી સાગર વાસપુડાને ગોડાદરા પોલીસ સ્ટેશને લાવીને કાયદેસરની અટકાયત કરવામાં આવી છે. ત્રણ વર્ષથી ફરાર રહેલા આ ગંભીર ગુનાના આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ગોડાદરા પોલીસ દ્વારા આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, જેથી તે આ સમયગાળા દરમિયાન ક્યાં-ક્યાં છૂપાયો હતો અને તેને કોણે આશરો આપ્યો હતો તે દિશામાં પણ તપાસ લંબાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં મોહમ્મદ રફીની પુણ્યતિથિએ સંગીત સંધ્યા:કરાઓકે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતરસિકો ઉમટ્યા
    Next Article
    ખાંભડા ડેમમાંથી 1730 ક્યુસેક પાણી છોડાયું:નદીકાંઠાના 9 ગામો એલર્ટ; રાણપુરમાં મકાની દીવાલ ધરાશાયી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment