Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાંભડા ડેમમાંથી 1730 ક્યુસેક પાણી છોડાયું:નદીકાંઠાના 9 ગામો એલર્ટ; રાણપુરમાં મકાની દીવાલ ધરાશાયી

    12 hours ago

    બોટાદ જિલ્લાના ખાંભડા ડેમમાંથી 1730 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમનો એક દરવાજો 45 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો હતો. પાણી છોડવાની કાર્યવાહી આજે સવારે 6:55 કલાકથી શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણય પાણીની સપાટી જાળવી રાખવા માટે લેવાયો છે. આ કાર્યવાહીના પગલે ડેમ નીચેના ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા સહિત નદીકાંઠાના કુલ 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીકાંઠાના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા કડક સૂચના આપવામાં આવી છે. કોઝવે, પુલ અને નીચાણવાળા માર્ગોથી દૂર રહેવા પણ અપીલ કરાઈ છે. વહીવટી તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવા વિનંતી કરી છે. રાણપુરમાં વસાણી શેરીમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ, સદનસીબે જાનહાની ટળી રાણપુર શહેરમાં ગત રાત્રિથી વરસી રહેલા ધીમીધાર વરસાદ વચ્ચે વસાણી શેરીમાં એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થઈ નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સતત વરસાદને કારણે કાચા મકાનની દિવાલ નબળી પડી જતાં આ દુર્ઘટના બની હતી. દિવાલ ધરાશાયી થઈ ત્યારે તેની નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. રાણપુર શહેર અને તાલુકામાં ધીમીધાર વરસાદ ચાલુ રહેતા વોકળાઓમાં પાણી વહેતા થયા છે. તંત્ર દ્વારા જર્જરિત અને કાચા મકાનોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પોક્સો-બળાત્કારનો ફરાર આરોપી દમણથી ઝડપાયો:સ્વિગી ડિલિવરી બોય બનીને ફરતો સાગર વાસપુડા જેલભેગો, સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ'તું
    Next Article
    The $20 Billion Secret: How Hygiene Became India's Next Big Bet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment