Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં મોહમ્મદ રફીની પુણ્યતિથિએ સંગીત સંધ્યા:કરાઓકે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતરસિકો ઉમટ્યા

    11 hours ago

    લાલપુરમાં 31 જુલાઈના રોજ મોહમ્મદ રફીની પુણ્યતિથિ નિમિત્તે વીર સાવરકર હાઈસ્કૂલના ટાઉન હોલ ખાતે કરાઓકે સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સ્થાનિક ગાયક કલાકારોએ મોહમ્મદ રફીના લોકપ્રિય અને સદાબહાર ગીતોની મનમોહક રજૂઆત કરી હતી. જામનગરથી પધારેલી ગાયિકા પલ્લવી પરમારે પણ પોતાના મધુર સ્વરમાં ગીતો રજૂ કરીને કાર્યક્રમની શોભા વધારી હતી. દરેક રજૂઆત બાદ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને વધાવ્યા હતા, જેના કારણે સમગ્ર હોલ સંગીતના માહોલથી ગુંજી ઉઠ્યો હતો. ઉપસ્થિત ભાઈઓ-બહેનો અને સંગીતપ્રેમીઓએ ગીત-સંગીતનો ભરપૂર આનંદ માણ્યો હતો. પ્રેક્ષકોની નોંધપાત્ર હાજરીને ધ્યાનમાં રાખીને આયોજકોએ સુચારુ વ્યવસ્થા જાળવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે, ઉપસ્થિતોએ આયોજકો તથા તમામ ગાયક કલાકારોના પ્રયાસોને બિરદાવી કાર્યક્રમને યાદગાર ગણાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આસામની નિરાધાર વૃદ્ધાને અભયમે રેશબશેરામાં આશરો અપાવ્યો:પુત્ર-પુત્રવધૂના ત્રાસથી ટ્રેનમાં બેસી વડોદરા પહોંચ્યા હતા, વતન જવાની સ્પષ્ટ ના પાડી
    Next Article
    પોક્સો-બળાત્કારનો ફરાર આરોપી દમણથી ઝડપાયો:સ્વિગી ડિલિવરી બોય બનીને ફરતો સાગર વાસપુડા જેલભેગો, સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ'તું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment