Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસામની નિરાધાર વૃદ્ધાને અભયમે રેશબશેરમાં આશરો અપાવ્યો:પુત્ર-પુત્રવધૂના ત્રાસથી ટ્રેનમાં બેસી વડોદરા પહોંચ્યા હતા, વતન જવાની સ્પષ્ટ ના પાડી

    1 day ago

    પરિવારના ત્રાસથી કંટાળીને ભૂલથી ટ્રેનમાં બેસી વડોદરા આવી પહોંચેલી અને છેલ્લા ચાર મહિનાથી રઝળતી આસામની નિરાધાર વૃદ્ધા માટે 'અભયમ્' મહિલા હેલ્પલાઈન દેવદૂત સાબિત થઈ છે. એક જાગૃત નાગરિકની હોટલાઈન માહિતી બાદ અભયમની ટીમે વૃદ્ધાને શોધી કાઢી તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું અને અટલાદરા સ્થિત ઘરવિહોણા લોકો માટેના 'રેનબશેરા' આશ્રયસ્થાનમાં સુરક્ષિત આશરો અપાવ્યો છે. વૃદ્ધા અસહાય હાલતમાં હોવાનો અભયમને કોલ મળ્યો મળતી વિગતો અનુસાર, વડોદરાના રેલ્વે કન્ટેનર વોર્ડ (યાર્ડ) વિસ્તારમાં વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી અસહાય હાલતમાં ફરે છે. તેવો કોલ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ્ હેલ્પલાઈન પર કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ અભયમની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક દર્શાવેલા સરનામે પહોંચી હતી અને વૃદ્ધાની પૂછપરછ હાથ ધરી હતી. પુત્ર-પુત્રવધુ ત્રાસ આપતા હાવોના કારણે ઘર છોડયું જેમાં જાણવા મળ્યું હતું કે, મહિલા મૂળ આસામના વતની છે. તેમના પતિ અને દીકરા-દીકરીઓ આસામમાં જ રહે છે અને ખેતીકામ કરે છે. પુત્ર અને પુત્રવધુ તેમને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા તેમજ સરખું જમવાનું પણ આપતા ન હતા. જે ત્રાસથી કંટાળીને વૃદ્ધા આસામના રેલ્વે સ્ટેશન પર ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન એક દિવસ ભૂલથી તેઓ ટ્રેનમાં બેસી ગયા હતા અને વડોદરા સ્ટેશન પર ઉતરી ગયા હતા. વતન પરત જવાની વૃદ્ધાએ ના પાડી છેલ્લા 4 મહિનાથી આ વૃદ્ધા વડોદરાના રેલ્વે કન્ટેનર વોર્ડ વિસ્તારમાં જ રહીને દિવસો વિતાવતા હતા. ત્યાં કામ કરતા શ્રમિકો અને તેમના પરિવારો વૃદ્ધાને જમવાનું આપીને મદદ કરતા હતા. અભયમ્ ટીમે જ્યારે વૃદ્ધાને તેમના વતન આસામ પરત જવાનું પૂછ્યું, ત્યારે તેમણે પરિવારના ત્રાસને કારણે વતન જવાની સ્પષ્ટ ના પાડી હતી અને અહીં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રેનબશેરામાં વૃદ્ધાને આશરો આપવામાં આવ્યો વૃદ્ધાની સંવેદનશીલ સ્થિતિ અને તેમની ઈચ્છાને ધ્યાનમાં રાખીને અભયમ્ ટીમે અટલાદરા વિસ્તારમાં ઘરવિહોણા લોકો માટેની સંસ્થા એટલે કે રેનબશેરાનો સંપર્ક કર્યો હતો. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વૃદ્ધાને ત્યાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો છે. આ મહિલા અંગે કોઈને વધુ જાણકારી કે તેમના પરિવારજન/સંબંધીઓની ઓળખ મળે, તો તુરંત 181 અભયમ્ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સૂતેલી માતાને ગળે ટૂંપો આપી દીકરાએ ગળાફાંસો ખાધો:સુસાઇડ નોટમાં લખ્યું- શેરબજારમાં 40 લાખનું દેવું થતા મમ્મીને કહી શકું તેમ નથી; સુરતમાં પાટીદાર યુવક હેવાન બન્યો
    Next Article
    મોરબીના મચ્છુ 3, ઘોડાધ્રોઇ ડેમના દરવાજા ખોલાયા:24 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ, 31 ગામો એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment