Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીદાર સમાજમાં દીકરીઓની ઘટ પર મથુરભાઈ સવાણીનો ટોણો:'40 વટાવી ગયેલા વાંઢાના લિસ્ટમાંથી નામ કઢાવી વાજપેયી-રાહુલ ગાંધી, શક્તિસિંહ જેમ દેશ સેવા કરો; બીજો કોઈ રસ્તો નથી'

    8 hours ago

    સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત સમાધાન પંચની જાહેરાત સંદર્ભે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ સમાજમાં કન્યાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે એક નિવેદન આપ્યું છે. સમાજમાં દીકરાઓની સરખામણીએ દીકરીઓની ઘટ હોવાથી અનેક યુવાનો લગ્ન વગરના રહી જાય છે, તેવા સવાલનો જવાબ આપતાં તેમણે આ સમસ્યાના ઐતિહાસિક કારણો સમજાવ્યા હતા અને 40 વર્ષથી વધુ ઉંમરના અપરિણીત પુરુષોને જીવન પ્રત્યે નવો દ્રષ્ટિકોણ અપનાવવા અપીલ કરી હતી. ગુજરાતમાં આશરે 14 લાખ દીકરીઓ ઓછી જન્મી હતીઃ મથુરભાઈ મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, 1970ના દાયકામાં શરૂ થયેલા કુટુંબ નિયોજન કાર્યક્રમ બાદ સમાજમાં જાતિગત અસંતુલનની શરૂઆત થઈ હતી. દીકરાની ઘેલછામાં પરિવારોએ દીકરીઓ જન્મ્યા બાદ પણ સંતાન પ્રાપ્તિના પ્રયાસો ચાલુ રાખ્યા, જ્યારે દીકરાના જન્મ પછી ઓપરેશન કરાવી લીધા. આ પ્રકારની માનસિકતા અને ત્યારપછી સોનોગ્રાફી તેમજ ભ્રૂણહત્યાના કારણે રાજ્યમાં ભારે અસમતુલા ઊભી થઈ હતી. તેમણે આંકડા ટાંકતા ઉમેર્યું કે, જ્યારે આ અંગે જાગૃતિ અભિયાન શરૂ કરાયું ત્યારે છોકરાઓની સરખામણીએ ગુજરાતમાં આશરે 14 લાખ દીકરીઓ ઓછી જન્મી હતી. '40 વર્ષ વટાવી ચુકેલા યુવાનોએ વાસ્તવિકતા સ્વીકારવી જરૂરી' 2003થી સમાજમાં વ્યાપક લોકજાગૃતિ લાવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા, જેના પરિણામે જેના નસીબમાં જીવનસાથી હતા તેમને મળ્યા. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કોઈ ફેક્ટરીમાં બનતો માલ નથી કે તાત્કાલિક ઘટ પૂરી કરી શકાય. તેથી હવે જે યુવાનોની ઉંમર 40 વર્ષથી વધુ થઈ ગઈ છે, તેમને વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે. વાજપેયી, રાહુલ ગાંધી અને શક્તિસિંહનું ઉદાહરણ આપ્યું તેમણે 40 પ્લસ ઉંમરના અપરિણીત યુવાનોને અનુરોધ કરતાં કહ્યું કે, હવે તમારે પોતાનું નામ 'વાંઢા'ના લિસ્ટમાં રાખવાની જરૂર નથી. આપણા દેશમાં એવા અનેક મહાન રાજનેતાઓ થયા છે, જેમણે આજીવન લગ્ન નથી કર્યા અને પોતાનું સમગ્ર જીવન દેશ અને સમાજ માટે અર્પણ કરી દીધું. તમે પણ અટલ બિહારી વાજપેયી, રાહુલ ગાંધી કે શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓનું ઉદાહરણ લઈ પોતાની જાતને દેશસેવા માટે સમર્પિત કરો. અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, હવે સમાજે આવા વ્યક્તિઓને માનસિક રીતે મજબૂત કરવાના અને તેમને સકારાત્મક દિશા આપવાના કાર્યક્રમો યોજવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વનતારા થીમ ચણિયા-ચોળી બન્યા આકર્ષણનું કેન્દ્ર:નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં, બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો
    Next Article
    સીધી ભરતી-પ્રમોશનના નિયમનું પાલન કરવા રજૂઆત:વડોદરા ફાયર વિભાગમાં સીધી ભરતીના વિરોધમાં રજૂઆત; 50-50%ના નિયમનું પાલન કરવા આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment