Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના મચ્છુ 3, ઘોડાધ્રોઇ ડેમના દરવાજા ખોલાયા:24 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ, 31 ગામો એલર્ટ

    1 day ago

    મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અડધાથી પોણા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમના એક-એક દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીમાં પાણી છોડતા પહેલા કુલ 31 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજથી મોરબીમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરબી શહેર અને તાલુકામાં પોણા બે ઇંચ (1.75 ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદ તાલુકામાં સવા ઇંચ (1.25 ઇંચ), વાંકાનેર તાલુકામાં એક ઇંચ, અને ટંકારા તથા માળિયા તાલુકામાં અડધા ઇંચ વરસાદ પડ્યો છે. ધીમા વરસાદને કારણે કોઈ મોટી નુકશાની કે હેરાનગતિના સમાચાર નથી. મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયો પૈકી મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમ અગાઉના વરસાદને કારણે પહેલેથી જ ઓવરફ્લો થઈ ગયા હતા. ઉપરવાસમાં વરસાદ થતા પાણીની આવક વધતા આજે સવારે 8 વાગ્યાથી ઘોડાધ્રોઇ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલીને 299 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ડેમનો દરવાજો ખોલતા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 10 ગામોને એલર્ટ કરાયા હતા. આવી જ રીતે, મચ્છુ 3 ડેમનો પણ એક દરવાજો આજે સવારે 8 વાગ્યાથી અડધા ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. આ ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડતા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે. ડેમના દરવાજા ખોલવાને કારણે કુલ 31 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આસામની નિરાધાર વૃદ્ધાને અભયમે રેશબશેરમાં આશરો અપાવ્યો:પુત્ર-પુત્રવધૂના ત્રાસથી ટ્રેનમાં બેસી વડોદરા પહોંચ્યા હતા, વતન જવાની સ્પષ્ટ ના પાડી
    Next Article
    "I Am Just 15, Forgive Me": Girl Booked For Abusing PM Modi Apologises

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment