Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના હાલરિયા ગામમાં સિંહ શિકાર કરવા ઘૂસ્યો:આખલાએ પ્રતિકાર કરતા સિંહ જીવ બચાવી ભાગ્યો

    18 hours ago

    અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હાલરિયા ગામમાં મોડી રાત્રે શિકારની શોધમાં એક સિંહ ગામની શેરીમાં ઘૂસી આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજ અનુસાર, મધરાતે અંધકાર અને વરસાદી વાતાવરણ વચ્ચે સિંહ શેરીમાં આગળ વધી રહ્યો હતો. શિકારની શોધમાં ફરતા સિંહની નજર એક પશુ પર પડી, જેને તે સરળ શિકાર સમજી તેની તરફ આગળ વધ્યો. જોકે, સિંહ જેને શિકાર સમજી રહ્યો હતો તે એક આખલો હતો. આખલાએ સિંહથી ડરીને ભાગવાને બદલે વળતો પ્રતિકાર કર્યો અને સિંહ સામે ઉછાળવા દોડ્યો. આ દ્રશ્ય જોઈ સિંહ ક્ષણભર માટે ચોંકી ગયો. આખલો સતત તેની તરફ આવતા, સિંહે અંતર જાળવી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આખલો પણ સિંહની પાછળ દોડ્યો, જેના કારણે સિંહે આખરે પોતાનો જીવ બચાવવા શેરીમાંથી દોટ મૂકી. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી વધુ છે. વરસાદી માહોલ દરમિયાન સિંહો ડુંગરાળ અને ખુલ્લા વાતાવરણમાં રહેવાનું વધુ પસંદ કરે છે, જેના કારણે ચોમાસામાં તેમની આવી હિલચાલ સામાન્ય રીતે જોવા મળતી હોય છે.
    Click here to Read More
    Previous Article
    સૂતેલી માતાનું ગળું દબાવી દીકરાએ ગળાફાંસો ખાધો:સુરતમાં શેરબજારમાં 40 લાખનું દેવું થતાં પાટીદાર યુવક હેવાન બન્યો, 6 મહિનાની ઉંમરે દિયરના છોકરાને દત્તક લીધો હતો
    Next Article
    તલોદમાં પોણા સાત ઇંચ વરસાદ:હિંમતનગર-પ્રાંતિજમાં ત્રણ ઇંચ, ગુહાઈ જળાશયમાં પાણીની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment