Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તલોદમાં પોણા સાત ઇંચ વરસાદ:હિંમતનગર-પ્રાંતિજમાં ત્રણ ઇંચ, ગુહાઈ જળાશયમાં પાણીની આવક

    18 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. તલોદમાં સૌથી વધુ 183 મિમી (પોણા સાત ઇંચ) વરસાદ વરસ્યો હતો, જ્યારે હિંમતનગર અને પ્રાંતિજમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે ગુહાઈ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જિલ્લાના આઠમાંથી છ તાલુકામાં 03 મિમીથી 183 મિમી સુધી વરસાદ પડ્યો હતો. રાત્રિ દરમિયાન હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જોકે રાત્રે 2 વાગ્યા બાદ વરસાદ બંધ થયો હતો. આજે સવારે માત્ર ઇડરમાં 01 મિમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદની આગાહી વચ્ચે, તલોદમાં રાત્રે 10 થી 2 વાગ્યા દરમિયાન ચાર કલાકમાં પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાત્રે 12 થી 2 વાગ્યાના બે કલાકમાં હિંમતનગરમાં એક ઇંચ અને પ્રાંતિજમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. વિજયનગર, વડાલી અને ઇડરમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં રાત્રિના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જોકે વરસાદ બંધ થતાં પાણી ઓસરી ગયા હતા. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલ વરસાદ નીચે મુજબ છે: ખેડબ્રહ્મા 00 મિમી, વિજયનગર 15 મિમી, વડાલી 03 મિમી, ઇડર 15 મિમી, હિંમતનગર 75 મિમી, પ્રાંતિજ 79 મિમી, તલોદ 183 મિમી અને પોશીના 00 મિમી. સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થઈ છે. 55.39 ટકા ભરાયેલા ગુહાઈ જળાશયમાં 1019 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના હાલરિયા ગામમાં સિંહ શિકાર કરવા ઘૂસ્યો:આખલાએ પ્રતિકાર કરતા સિંહ જીવ બચાવી ભાગ્યો
    Next Article
    બીજ ગામે દીપડો પાંજરે પુરાયો:ગ્રામજનોની ફરિયાદ બાદ વન વિભાગે પાંજરું ગોઠવ્યું; નર દીપડો ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment