Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતમાં પ્રથમ વખત ટ્રેનમાં 'લાઇવ હાર્ટ' લવાયું:વંદે ભારતમાં સાડા ત્રણ કલાકમાં સુરતથી અમદાવાદ પહોંચાડાયું; યુ.એન.મહેતા હોસ્પિટલમાં થશે પ્રત્યારોપણ

    13 hours ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 96મું સફળ અંગદાન થયું છે. રેલવેએ આરોગ્ય સેવાના ક્ષેત્રમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદય એટલે કે 'લાઇવ હાર્ટ'નું સફળતાપૂર્વક પરિવહન કર્યું છે. સુરતથી અમદાવાદ સુધી સમયસર લાઇવ હાર્ટ પહોંચાડીને એક દર્દીને નવજીવન આપવાના પ્રયાસને સફળ બનાવવામાં આવ્યો છે. ઓડિશાના વતની અને કીમના પીપોદ્રાના સંચા ખાતામાં કામ કરતા મિથુન નામના યુવકના હાર્ટને વંદે ભારતમાં 217 મિનિટમાં અમદાવાદ પહોંચાડાયું હતું, જેના માટે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1થી યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરાયો હતો. મિથુનના 2 કિડની, લીવર અને હૃદયના દાનથી 4ને નવજીવન મળશે. વંદે ભારત એક્સપ્રેસથી લાઇવ હાર્ટ સુરક્ષિત પહોંચાડાયું સુરતથી અમદાવાદ સુધી ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ મારફતે લાઇવ હાર્ટ સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યું. આ હૃદયને અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનથી યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર આ સમગ્ર ઓપરેશનમાં ભારતીય રેલવે, ગુજરાત પોલીસ, આરપીએફ અને તબીબોની ટીમ વચ્ચે ઉત્તમ સંકલન જોવા મળ્યું. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1થી લઈને યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો, જેના કારણે લાઇવ હાર્ટને કોઈપણ વિલંબ વિના નિર્ધારિત સમયમાં હોસ્પિટલ સુધી પહોંચાડી શકાયું. રેલવેના ઈતિહાસમાં પ્રથમવાર માનવીય અંગને રેલવેમાં લવાયું આ લાઈવ હાર્ટને સુરતથી સવારે 9:18એ લઈને બપોરે 12:55 વાગ્યે અમદાવાદ હોસ્પિટલ સુધી પહોંચવામાં આવ્યું હતું. એટલે કે પોણા 4 કલાકમાં લાઈવ હાર્ટને પ્રથમ વખત રેલવેમાં સુરતથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદને પગલે કોઈ ફ્લાઈટ અવરજવર કરતી ન હોવાને કારણે ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ માનવીય અંગને રેલવેમાં લાવવામાં આવ્યું હતું. આના પહેલા કોઈપણ માનવીય અંગને રેલવેમાં લાવવામાં આવ્યું નથી. ઈમરજન્સી આરોગ્ય સેવાઓમાં પણ ઉપયોગી વંદે ભારત એક્સપ્રેસની ઝડપી ગતિ, સમયપાલન અને વિશ્વસનીયતાએ આ જીવનરક્ષક મિશનની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી. આ સિદ્ધિ એ પણ દર્શાવે છે કે ભારતીય રેલવે હવે માત્ર મુસાફરો અને માલસામાનના પરિવહન સુધી મર્યાદિત નથી, પરંતુ ઇમરજન્સી આરોગ્ય સેવાઓમાં પણ મહત્વપૂર્ણ સહયોગી તરીકે ઉભરી રહી છે. દર્દીને નવું જીવન આપવાની દિશામાં મહત્વપૂર્ણ મિશન સફળ આ અભિયાનને સફળ બનાવવા માટે ભારતીય રેલવેના વિવિધ વિભાગો, ગુજરાત રાજ્ય પોલીસ, આરપીએફ, તબીબો, અંગ પ્રત્યારોપણ સંકલનકારો તેમજ સંબંધિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના સંયુક્ત પ્રયાસોના પરિણામે એક દર્દીને નવું જીવન આપવાની દિશામાં આ મહત્વપૂર્ણ મિશન સફળ રહ્યું. શું થયું હતું મૃતક મિથુનને? 28 જુલાઈના રોજ મિથુન રૂમ પર જમીને બેઠો હતો. જ્યાં અચાનકથી મોઢું વાંકુ થવા લાગ્યું અને ડાબી બાજુના હાથ-પગ કામ કરતા બંધ પડી જતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ગંભીર હાલત હોવાથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ લાવ્યા હતા. જ્યાં ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપી આઈસીયુ (ICU)માં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 30 જુલાઈએ સાંજના 4 વાગ્યે આર.એમ.ઓ. ડૉ કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.પ્રયાગ મકવાણા અને ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. ત્યારબાદ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક ઇકબાલ કડીવાલા અને કાઉન્સેલર નિર્મલા કાથુડેએ મિથુનભાઈના પત્ની અને ભાઇ સહિત પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. સ્વજન થકી અન્યોને નવજીવન મળવાના સત્કાર્યની ભાવના સાથે તેમજ પરિવારે ભારે હૈયે સહમતિ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    રાતના 10 વાગ્યા સુધી 24 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ:આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકો તણાયા, એકનું મોત; 185 તાલુકામાં મેઘરાજાની બેટિંગ, અંબિકામાં 12 ઈંચ વરસાદ
    Next Article
    ગોધરામાં શોરૂમમાંથી બાઇકની ચોરી, ઘટના CCTVમાં કેદ:ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો બાઈક લઈ ફરાર, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment