Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાતના 10 વાગ્યા સુધી 24 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ:આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકો તણાયા, એકનું મોત; 185 તાલુકામાં મેઘરાજાની બેટિંગ, અંબિકામાં 12 ઈંચ વરસાદ

    1 day ago

    ‘રેડ એલર્ટ’ની આગાહી સાથે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 185 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકા તાલુકામાં 12 ઈંચ અને ભરૂચના નેત્રંગમાં 11 ઈંચ વરસાદ ખબાક્યો છે, જ્યારે અન્ય 30 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં ભારે વરસાદ વચ્ચે કરંટ લાગતા 3 લોકોના મોત થયાં છે. સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકોના તણાવાથી એક બાળકીનું મોત નીપજ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીમાં અશ્વિન નદીમાં ફસાયેલા યુવક અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા હતા. અમદાવાદમાં પણ રેડ એલર્ટ વચ્ચે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આગામી 3 કલાક 24 જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ મુજબ, 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 24 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, રાજકોટ, અમેરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે 31 જુલાઈએ 14 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે, જ્યારે 6 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ અને 15 જિલ્લામાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. 1 ઓગસ્ટએ ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લાની તમામ સ્કૂલ-કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે. સુરતના વરસાદની પળેપળની અપડેટ્સ: પોશ વિસ્તારમાં પાણી ઘૂસ્યા, BRTS, કારખાનાઓ અને તમામ કાપડ માર્કેટ બંધ અમદાવાદના વરસાદની પળેપળની અપડેટ્સ: ધોધમાર વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા, એક કલાકથી સરસપુરમાં ઘૂંટણસમા પાણી આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકો તણાયા, બેનો બચાવ; એક કિશોરીનું મોત આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક એસ.પી કચેરી પાસે આજે બપોરનાં સુમારે ભારે વરસાદનાં કારણે છલોછલ વહી રહેલી કાંસમાં ત્રણ બાળકો તણાઈ જતા બુમાબુમ થતા સ્થાનિકોએ બે બાળકોને બચાવી લેવામાં સફળતા મેળવી હતી, જ્યારે 11 વર્ષની એક બાળકી કાંસનાં પાણીમાં ડુબી જતા મોતને ભેટી હતી જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. TAT અને GPSCની પરીક્ષાઓ વરસાદના કારણે મુલતવી, નવી તારીખો જાહેર રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અને ઉમેદવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ 2 ઓગસ્ટના રોજ યોજાનારી TAT (ઉચ્ચતર માધ્યમિક)-2026ની મુખ્ય પરીક્ષા હવે 8 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે, જેના માટે જૂની હોલટિકિટ જ માન્ય રહેશે. આ સાથે જ GPSC દ્વારા 1 ઓગસ્ટે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખીને હવે 9 ઓગસ્ટે યોજવાનો નિર્ણય કરાયો છે. સેટેલાઈટ મેપમાં જુઓ ગુજરાત પર છવાયેલા વાદળો નવસારીના ગણદેવા ગામમાં વીજકરંટથી 3 મજૂરોના મોત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને વીજકરંટ લાગતાં 3ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 2 મજૂરોને સારવાર અર્થે ખારેલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે વધુ એક ગંભીર દર્દીને સુરત રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ સ્થિતિની સમીક્ષા માટે ગણદેવા જવા રવાના થયા હતા. રાજ્યના વરસાદની તસવીરો 5 વરસાદી સિસ્ટમ સક્રિય, માછીમારો માટે એલર્ટ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ આ ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાશે.
    Click here to Read More
    Previous Article
    Modi govt assurances, FIRs, and what’s next for CJP | Abhijeet Dipke with Manisha Pande
    Next Article
    ભારતમાં પ્રથમ વખત ટ્રેનમાં 'લાઇવ હાર્ટ' લવાયું:વંદે ભારતમાં સાડા ત્રણ કલાકમાં સુરતથી અમદાવાદ પહોંચાડાયું; યુ.એન.મહેતા હોસ્પિટલમાં થશે પ્રત્યારોપણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment