Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર કમિશનરે વિકાસકામોની સ્થળ મુલાકાત લીધી:ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરી, અધિકારીઓને સૂચના આપી

    7 hours ago

    પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ટી.સી. તીરથાણીએ શહેરમાં ચાલી રહેલા વિવિધ માળખાકીય વિકાસકામોની ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરવા માટે સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ કમિશનર મનન ચતુર્વેદી, સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા, એન્જિનિયર સરમણભાઈ ઓડેદરા, સંબંધિત અધિકારીઓ અને કામગીરી કરતી એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરે હેરિટેજ સ્ટેટ લાયબ્રેરી, મોઢા કોલેજ નજીક બની રહેલી આધુનિક લાયબ્રેરી, કમલાબાગ પાસે એમ.ઈ.એમ. સ્કૂલ વિસ્તાર, વીરભાનુની ખાંભી અને છાયા ચાડેશ્વર મહાદેવ મંદિર નજીક નિર્માણાધીન સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમના પંપિંગ સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, પ્રોજેક્ટના ડ્રોઇંગ, ટેન્ડરની જોગવાઈઓ અને તકનીકી ધોરણો મુજબ કામગીરી થઈ રહી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. બાંધકામમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા, કામગીરીની ગતિ, સલામતીના ધોરણો, સાઇટ મેનેજમેન્ટ અને સમયમર્યાદા અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનાઓ અપાઈ હતી. કમિશનર ટી.સી. તીરથાણીએ વિકાસકામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ પ્રોજેક્ટો સમયમર્યાદામાં પૂર્ણ થવા જોઈએ, સતત દેખરેખ રાખવામાં આવે અને વિકાસકામો દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી અગવડતા પડે તે સુનિશ્ચિત કરવું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ અને જ્ઞાન-શિક્ષણને પ્રોત્સાહન આપતી આધુનિક લાયબ્રેરી જેવા જાહેર હિતના પ્રોજેક્ટોને ઝડપથી પૂર્ણ કરવા મહાનગરપાલિકા સતત દેખરેખ રાખી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર પાલિકામાં 7 ઠરાવો બહુમતીથી મંજૂર:શહેરી વિકાસ, સ્વચ્છતા અને બસ રૂટનો સમાવેશ; વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર સાધારણ સભા યોજાઈ
    Next Article
    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની જેલ:ઇન્સ્ટાગ્રામ પર ફસાવીને શોષણ કર્યું'તું, પીડિતાને 4 લાખનું વળતર, સ્પેશિયલ પોક્સો કોર્ટનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment