Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની જેલ:ઇન્સ્ટાગ્રામ પર ફસાવીને શોષણ કર્યું'તું, પીડિતાને 4 લાખનું વળતર, સ્પેશિયલ પોક્સો કોર્ટનો હુકમ

    7 hours ago

    સોશિયલ મીડિયાના માધ્યમથી સગીર વયની બાળકીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી રાજસ્થાન ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટેએ આરોપીને 20 વર્ષની કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત પીડિતાને 4 લાખનું વળતર આપવાનો ચુકાદો સંભળાવ્યો છે. ઇન્સ્ટાગ્રામમાં સગીરા સાથે સંપર્ક સાધીને ફોસલાવી હતી મૂળ રાજસ્થાનના વતની અને આજોલ ગામે રહેતા આરોપી દીલીપ રાજુભાઈ મીણાએ વર્ષ 2024માં ઇન્સ્ટાગ્રામ મારફતે માત્ર 17 વર્ષની સગીરા સાથે સંપર્ક સાધ્યો હતો. આશરે 15 દિવસ સુધી વાતો કરી આત્મીયતા કેળવ્યા બાદ તેણે સગીરાને પ્રેમસંબંધ અને લગ્નની લાલચ બતાવી ફોસલાવી લીધી હતી. સગીરાનું અપહરણ કરીને શારીરિક શોષણ કર્યું'તું ત્યારબાદ 2 ઓક્ટોબર 2024ના રોજ રિદ્રોલ ગામેથી સગીરાનું અપહરણ કરી આરોપી તેને પોતાના વતન રાજસ્થાન લઈ ગયો હતો. જ્યાં તેની સાથે વારંવાર શારીરિક શોષણ આચરવામાં આવ્યું હતું. આ મામલે દીકરીના પિતાએ 6 ઓક્ટોબરના રોજ માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી સામે પોક્સો કાયદા હેઠળ ચાર્જશીટ રજૂ કર્યું હતું. 'કડક દાખલો બેસાડવા આરોપીને મહત્તમ સજા થવી અનિવાર્ય' ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલો કરી હતી. આરોપીએ સગીરાની નાની ઉંમરનો લાભ ઉઠાવી કુકૃત્ય આચર્યું છે. વર્તમાન સમયમાં વિકૃત માનસિકતાથી આચરવામાં આવતા આવા ગુનાઓ રોકવા અને સમાજમાં કડક દાખલો બેસાડવા આરોપીને મહત્તમ સજા થવી અનિવાર્ય છે. આરોપીને 20 વર્ષની સખત કેદ કોર્ટે સરકારી પક્ષની દલીલો અને પુરાવા ધ્યાને રાખીને આરોપી દીલીપ મીણાને 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ ભોગવવાં હુકમ કર્યો છે. જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પીડિત સગીરાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર કમિશનરે વિકાસકામોની સ્થળ મુલાકાત લીધી:ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરી, અધિકારીઓને સૂચના આપી
    Next Article
    बिजनौर के 7 रसूखदारों को उम्र कैद की सजा और एकएक लाख रुपए जुर्माना प्रबल हत्याकांडकोर्ट का अहम फैसला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment