Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રીટ લાઈટના ટેન્ડરનો વિવાદ:શહેરમાં ઝોન મુજબ સ્ટ્રીટલાઈટ મેન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટ આપવાની જગ્યાએ સેન્ટ્રલાઈઝ માટે ટેન્ડર કરાયું

    8 hours ago

    અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણીના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રૂ.398.41 કરોડ રૂપિયાનું ટેન્ડર સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારીઓએ બહાર પાડ્યું છે. જોકે દરેક ઝોન મુજબ અલગ અલગ ટેન્ડર બહાર પાડવા માટે ભાજપના સત્તાધિશોએ અધિકારીઓને સૂચના આપી હોવા છતાં પણ સેન્ટ્રલાઈઝડ ટેન્ડર કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર મામલે હવે સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારીઓની ટેન્ડર મામલે મિલીભગત હોવાની ચર્ચા છે. પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ જતાં કામગીરી લંબાવાઈ શહેરમાં 2.50 લાખથી વધુ સ્ટ્રીટ લાઈટો આવેલી છે, જેના મેન્ટેનન્સ માટે અગાઉ સીતાનું કંપની પાસે કોન્ટ્રાક્ટ હતો. જેનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેની પેટા કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને નવું ટેન્ડર કરવા માટેની પ્રક્રિયા સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જોકે પાંચ વખત ટેન્ડર કરવામાં આવ્યું છતાં પણ કોઈ કંપની ક્વોલિફાઇ થઈ નથી. શહેરની સ્ટ્રીટ લાઇટોના મેન્ટેનન્સની કામગીરી અને જાળવણી બંને માટે આ કોન્ટ્રાક્ટ આપવા માટે ખૂબ લાંબો સમય સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ટેન્ડરમાં ગોટાળા અને માનીતા કોન્ટ્રાક્ટરને જ લાવવા માટે ટેન્ડર જલ્દીથી થયું નહોતું. જોકે, હવે ટેન્ડર કરવામાં આવ્યું છે, પરંતુ સાત જૂનના અલગ કરવાની જગ્યાએ સેન્ટ્રલાઈઝડ ટેન્ડર જ કરવામાં આવ્યું છે. ઝોન પ્રમાણે ટેન્ડર કરવાની પદ્ધતિ એક ઝોનની એજન્સી કામગીરી બંધ કરે તો અન્ય ઝોનની એજન્સીઓ પર સમગ્ર શહેરની કામગીરીનો ભાર મૂક્યા વિના સંબંધિત વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની શક્યતા રહે છે. અમદાવાદમાં પણ સાત ઝોન પ્રમાણે અલગ ટેન્ડર કરવાની સૂચના પાછળ આવો જ હેતુ હોવાનું જણાવાયું હતું. જોકે, અન્ય શહેરોમાં ટેન્ડરનું માળખું અને અમદાવાદની સ્થિતિ સરખી છે કે નહીં તે જાણવા સંબંધિત ટેન્ડર દસ્તાવેજો અને કોન્ટ્રાક્ટની શરતોની તુલના જરૂરી છે. શરૂઆતના અંદાજ કરતાં રૂ. 207.71 કરોડનો મોટો વધારો શહેરમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણીના કોન્ટ્રાક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પાંચ વખત નિષ્ફળ ગયા બાદ હવે છઠ્ઠા પ્રયાસની તૈયારી ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ટેન્ડરના અંદાજિત ખર્ચમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. શરૂઆતનાં ત્રણ ટેન્ડરનો અંદાજિત ખર્ચ 190.70 કરોડ રૂપિયા હતો, જે ચોથા અને પાંચમા પ્રયાસમાં કામગીરીનો વ્યાપ વધારાતાં આશરે 663.37 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દેવામાં આવ્યો હતો. હવે SITC સંબંધિત કામગીરી અલગ કરીને નવું ટેન્ડર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ 398.41 કરોડ રૂપિયા છે. એટલે કે, શરૂઆતના અંદાજની સરખામણીએ છઠ્ઠા પ્રયાસમાં પણ ટેન્ડરનો ખર્ચ 207.71 કરોડ રૂપિયા વધારે છે.
    Click here to Read More
    Previous Article
    મધ્ય પ્રદેશના જબલપુરમાં 75 ફૂટના રાવણનું દહન:પંજાબી દશેરા જોવા હજારો લોકો પહોંચ્યા
    Next Article
    બાળકીને અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કરનાર દુકાનદારને 20 વર્ષની સજા:કોર્ટે સજા આપતા નોંધ્યું- 'માતા-પિતાનો વ્હાલનો દરિયો હોય છે દીકરી', 4 લાખનું વળતર ચૂકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment