Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના લાલપુરમાં તંત્ર હાઈ મોડ પર:ભારે વરસાદની આગાહી: લાલપુરમાં અધિકારીઓ માટે 'નો લીવ' ઓર્ડર

    3 days ago

    હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે લાલપુર તાલુકા તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. સંભવિત વરસાદી આપત્તિનો સામનો કરવા માટે પ્રાંત અધિકારી સંજયસિંહ અસવારની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોની તૈયારીઓ, રાહત અને બચાવ કામગીરીની વ્યવસ્થા તેમજ સંવેદનશીલ વિસ્તારોની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓએ આપત્તિ વ્યવસ્થાપન માટેની યોજનાઓ પર ચર્ચા કરી હતી. પ્રાંત અધિકારીએ નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાના કાંઠે આવેલા ગામો અને અગાઉ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોય તેવા વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા સૂચના આપી હતી. તેમણે તમામ વિભાગોને જરૂરી મશીનરી, માનવબળ અને બચાવ સાધનો અગાઉથી તૈયાર રાખવા તેમજ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કામગીરી શરૂ કરી શકાય તે માટે આયોજન પૂર્ણ કરવા જણાવ્યું હતું. બેઠકમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ વિભાગ, માર્ગ મકાન વિભાગ, પંચાયત, સિંચાઈ વિભાગ, વીજ કંપની સહિતના અધિકારીઓને મંજૂરી વગર મથક ન છોડવા અને આગામી દિવસોમાં 24 કલાક એલર્ટ રહી સતત સંપર્કમાં રહેવાના આદેશ આપવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા તાલુકા કંટ્રોલ રૂમને પણ સક્રિય રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે, તંત્ર દ્વારા ગ્રામજનોને નદી-નાળાના પટમાં ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા, વીજ થાંભલા અને વૃક્ષોથી દૂર રહેવા તેમજ જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શહેર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી કડક કાર્યવાહી:ચોક અને ચિત્તાખાના ચોકમાં ટ્રાફિકને નડતરરૂપ વાહનો તેમજ લારી-ગલ્લા ધારકો સામે દંડાત્મક કાનૂની કાર્યવાહી, ટ્રાફિક ને અડચણ થાય તેમ વાહન પાર્ક ન કરવા સૂચના..
    Next Article
    ગણદેવામાં ટેમ્પો વીજવાયરના સંપર્કમાં આવતાં 3 શ્રમિકના મોત:9 શ્રમિકો ટેમ્પોમાં મજૂરીકામે જતા હતા, વીજકરંટથી અન્ય 3 ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment