Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી કડક કાર્યવાહી:ચોક અને ચિત્તાખાના ચોકમાં ટ્રાફિકને નડતરરૂપ વાહનો તેમજ લારી-ગલ્લા ધારકો સામે દંડાત્મક કાનૂની કાર્યવાહી, ટ્રાફિક ને અડચણ થાય તેમ વાહન પાર્ક ન કરવા સૂચના..

    2 days ago

    ​જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તથા વાહનવ્યવહાર સુચારૂ રીતે ચાલુ રાખવાના હેતુથી જૂનાગઢ શહેર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસની ટીમે શહેરના મુખ્ય વેપારી અને ધમધમતા વિસ્તારો જેવા કે ગાંધી ચોક, ચિત્તાખાના ચોક, બસ સ્ટેશન રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન રસ્તાની વચ્ચે ગેરકાયદેસર રીતે લારીઓ ઉભી રાખીને વેપાર કરતા દબાણકારો તથા નો-પાર્કિંગ ઝોનમાં તેમજ રસ્તાની વચ્ચે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્ક કરનારા વાહનચાલકો સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ​કામગીરી દરમિયાન ગાંધી ચોક જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિક વચ્ચે અચાનક એક ખાનગી બસ બંધ પડી જતાં માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ સમયે ફરજ પર તૈનાત ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ ત્વરિત અને સરાહનીય તત્પરતા દાખવીને બસને ધક્કા મારીને સુરક્ષિત જગ્યાએ ખસેડી હતી અને રસ્તા પરનો ટ્રાફિક પળવારમાં પૂર્વવત કરીને વાહનવ્યવહાર ખુલ્લો કરાવ્યો હતો. ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી આ આક્રમક ડ્રાઇવ દરમિયાન નિયમોનો ભંગ કરનારા ચાલકો સામે કુલ 17 એનસી (NC) કેસ નોંધવામાં આવ્યા હતા અને સ્થળ પર જ ₹8,500 જેટલો રોકડ દંડ ફટકારીને કાયદાનું પાલન કરાવવામાં આવ્યું હતું. ​ ટ્રાફિક શાખાના પીએસઆઇ સંજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું નિયમન જળવાઈ રહે તે માટે આ ડ્રાઇવ યોજવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે રસ્તા પર કે પ્લેટફોર્મ પર અડચણરૂપ બનેલા લારી-ગલ્લાના દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે અને તમામ દબાણકારોને કડક સૂચના આપવામાં આવી છે. જો હવે પછી કોઈપણ વેપારી કે લારીધારક દ્વારા રસ્તા કે પ્લેટફોર્મ પર ફરીથી દબાણ કરવામાં આવશે અથવા ટ્રાફિકમાં અવરોધ ઊભો કરાશે, તો તેમના વિરુદ્ધ સીધી એફઆઈઆર દાખલ કરીને કડકમાં કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટ્રાફિક પીએસઆઇએ શહેરના નાગરિકો તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વાહનચાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક નાગરિકે પોતાની સામાજિક જવાબદારી સમજીને વાહનો ગમે ત્યાં પાર્ક ન કરવા અને માત્ર નિયત કરેલા પાર્કિંગ સ્થળો પર જ પાર્ક કરવા. લારી-ગલ્લા ધારકોએ પણ જાહેર રસ્તાઓ રોકીને વેપાર ન કરવો જેથી અન્ય વાહનચાલકોને મુશ્કેલી ન પડે. ટ્રાફિક નિયમોના પાલન અંગે સહકાર આપવા વિનંતી સાથે તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ વ્યક્તિ ટ્રાફિક નિયમોનો ભંગ કરશે કે બેદરકારી દાખવશે તો તેની સામે પોલીસ તંત્ર દ્વારા કોઈપણ જાતની શેહશરમ વગર કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફલો, ગોઠળડૂબ પાણી:ધોધમાર વરસાદથી પોશ વિસ્તારમાં પાણી ઘૂસ્યા, BRTS, કારખાનાઓ અને તમામ કાપડ માર્કેટ બંધ; આર્મી તૈનાત
    Next Article
    જામનગરના લાલપુરમાં તંત્ર હાઈ મોડ પર:ભારે વરસાદની આગાહી: લાલપુરમાં અધિકારીઓ માટે 'નો લીવ' ઓર્ડર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment