Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફલો, ગોઠળડૂબ પાણી:ધોધમાર વરસાદથી પોશ વિસ્તારમાં પાણી ઘૂસ્યા, BRTS, કારખાનાઓ અને તમામ કાપડ માર્કેટ બંધ; આર્મી તૈનાત

    2 days ago

    સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદથી સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે. 31 જુલાઈએ સવારથી જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અને ભેદવાડ ખાડી પણ ઓવરફ્લો થઈ ચૂકી છે. શહેરના VIP રોડ, પાંડેસરા, કતારગામ અને ડભોલી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે. લિંબાયતમાં રોડ પર ભૂવો પડતા બેરીકેડિંગ કરવામાં આવ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા જિલ્લાના તમામ કારખાનાઓ બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે. જ્યારે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત માટે રવાના કરી દેવામાં આવી છે. તમામ અધિકારી, કર્મચારીઓની રજાઓ રદ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચ્યા હતા અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદની ગંભીરતાને જોતાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. આજનો આખો દિવસ અને રાત્રે પણ અતિભારે વરસાદની આગાહી હોવાથી લોકો જ્યાં હોય ત્યાં સુરક્ષિત સ્થળે જ રહે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે. આ પણ વાંચો: 31 જુલાઈના ગુજરાતના વરસાદના પળેપળની અપડેટ સુરતના વરસાદની તસવીરો
    Click here to Read More
    Previous Article
    પાટણ મંડળીના હોદ્દેદારો સામે છેતરપિંડીની ફરિયાદ:અજુજાના ખેતમજૂર પાસેથી 16 વીઘા જમીન વેચવાના બહાને ₹13 લાખ પડાવી લીધા, વાગડોદમાં મંડળીના પ્રમુખ સહિત સામે BNS હેઠળ ગુનો
    Next Article
    શહેર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી કડક કાર્યવાહી:ચોક અને ચિત્તાખાના ચોકમાં ટ્રાફિકને નડતરરૂપ વાહનો તેમજ લારી-ગલ્લા ધારકો સામે દંડાત્મક કાનૂની કાર્યવાહી, ટ્રાફિક ને અડચણ થાય તેમ વાહન પાર્ક ન કરવા સૂચના..

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment