Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવામાં ટેમ્પો વીજવાયરના સંપર્કમાં આવતાં 3 શ્રમિકના મોત:9 શ્રમિકો ટેમ્પોમાં મજૂરીકામે જતા હતા, વીજકરંટથી અન્ય 3 ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

    3 days ago

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક ગુરુવારે સવારે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. ચોમાસાના પવન અને વરસાદ વચ્ચે પૂલ પરથી પસાર થઈ રહેલો શ્રમિકોથી ભરેલો ટેમ્પો નીચો નમેલા વીજ વાયર સાથે અડી જતાં ભારે વીજપ્રવાહ પ્રસરી ગયો હતો. આ દુર્ઘટનામાં ૩ શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે ૩ શ્રમિકો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં અન્ય ૩ શ્રમિકોનો આબાદ બચાવ થયો હતો. વરસાદી વાતાવરણ અને લટકતા વાયરે લીધો જીવ ઘટના અંગે માહિતી આપતાં ગણદેવીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલથી જ પવન સાથે વરસાદનું વાતાવરણ છે. સવારના સમયે ગણદેવા ગામના હળપતિ સમાજના 9 શ્રમિકો ટેમ્પોમાં બેસીને મજૂરીકામે જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂલ ઉપરથી વીજળીનો વાયર નીચે લટકતો હતો, જે ટેમ્પોને અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો. જેમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, ૩ લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ૩ લોકો સુરક્ષિત બચી ગયા છે. કછોલી લાકડાં કાપવા જતા સમયે સર્જાયો અકસ્માત ચીખલી ડિવિઝનના DySP ભગીરથસિંહ ગોહિલે કાનૂની કાર્યવાહી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના નહેર ફળિયાના રહીશો સવારે ટેમ્પોમાં બેસીને લાકડાં કાપવા માટે કછોલી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ટેમ્પો વીજપ્રવાહના સંપર્કમાં આવતાં કરંટ લાગવાથી ૩ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને ઇન્ક્વેસ્ટ પંચનામા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગોઝારી ઘટનાને પગલે ગણદેવા અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, અને સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના લાલપુરમાં તંત્ર હાઈ મોડ પર:ભારે વરસાદની આગાહી: લાલપુરમાં અધિકારીઓ માટે 'નો લીવ' ઓર્ડર
    Next Article
    ‘Deool Band 2, Laalo made more money than Alpha’: Producer says ‘stars don’t matter’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment