Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન પર્યાવરણ રાજ્યમંત્રીએ વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કની મુલાકાત લીધી:રાજ્યમંત્રીએ વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક ખાતે બેઠક યોજી, પ્રવાસીઓ માટેની સુવિધાઓ, ગાઈડ વ્યવસ્થા અને જૈવ વૈવિધ્ય સંરક્ષણ કામગીરીની સમીક્ષા કરી

    18 hours ago

    વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ તથા વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ આજે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલ વેળાવદર બ્લેકબક નેશનલ ખાતે પાર્કમા ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ તેમજ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યમંત્રીએ પાર્કના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, સેવાઓ અને વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે પાર્કમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યા, પ્રવાસનને પ્રોત્સાહન આપવા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓ તેમજ મુલાકાતીઓને વધુ ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટેની કામગીરી અંગે ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન રાજ્યમંત્રીએ પાર્કમાં કાર્યરત ગાઈડ વ્યવસ્થા અંગે પણ માહિતી મેળવી હતી., ગાઈડ દ્વારા પ્રવાસીઓને બ્લેકબક, ખડમોર સહિતના દુર્લભ વન્યજીવો અને પક્ષીઓ તેમજ પાર્કની સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા અંગે આપવામાં આવતી માહિતીને તેમણે બિરદાવી હતી. સાથે જ પ્રવાસીઓના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા., રાજ્યમંત્રીએ વન્યજીવ સંરક્ષણ અને ઇકો-ટૂરિઝમના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવી પાર્કની સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે હાથ ધરાતી કામગીરી અંગે અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈ, મદદનીશ વન સંરક્ષક નિલેશ જોશી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દિવ્યરાજસિંહ, આગેવાન કુલદીપસિંહ રાઠોડ, જીતેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપભાઈ રાઠોડ, પધ્યુમનસિંહ ગોહિલ, દિનેશભાઈ દિયોરા, હનુભા ગોહિલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી: તંત્ર સતર્ક:ધ્રાંગધ્રામાં PGVCL દ્વારા માઇકથી વીજ સુરક્ષા જાગૃતિ ઝુંબેશ
    Next Article
    ભરૂચમાં કસક સર્કલ પર વરસાદથી ગટરના પાણી ઉભરાયા:વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી, રસ્તા પર પાણી ભરાતા પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment