Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘ ઘાસ ખાતા જોવા મળ્યા:​"સિંહ ભૂખ્યો રહે પણ ખળ ન ખાય" કહેવત ખોટી પડી? જુઓ શા માટે જંગલના રાજા ખાય છે ઘાસ અને તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય.

    9 hours ago

    ​"સિંહ ભૂખ્યો રહે પણ ખળ ન ખાય" આ પ્રખ્યાત કહેવત મોટે ભાગે દરેક લોકોએ સાંભળી જ હશે. પરંતુ જૂનાગઢના વિશ્વપ્રસિદ્ધ સક્કરબાગ ઝૂમાંથી તાજેતરમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં પાંજરામાં રહેલા સિંહ અને વાઘ લીલુંછમ ઘાસ આરોગતા નજરે પડ્યા છે. જંગલના રાજા ગણાતા સિંહ અને વાઘ જેવા હિંસક પ્રાણીઓને ઘાસ ખાતા જોઈને સામાન્ય મુલાકાતીઓથી લઈને વન્યજીવ પ્રેમીઓમાં અનેક સવાલો અને કૂતુહલ સર્જાયું છે. પરંતુ શું ખરેખર સિંહ કે વાઘ શાકાહારી બની રહ્યા છે? ના, તેની પાછળ એક રસપ્રદ અને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સત્ય રહેલું છે. ​સામાન્ય રીતે પ્રાણીસંગ્રહાલય કે જંગલમાં જ્યારે મુલાકાતીઓ સિંહ, વાઘ કે દીપડાને ઘાસ ખાતો જુએ છે ત્યારે તેમના મનમાં તરત જ એવો વિચાર આવે છે કે પ્રાણીઓને પૂરતો કે યોગ્ય ખોરાક નથી મળતો, જેના કારણે તેઓ ભૂખ્યા રહીને મજબૂરીમાં ઘાસ ખાવા મજબૂર બન્યા છે. પરંતુ વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ માન્યતા સંપૂર્ણપણે ખોટી, પાયાવિહોણી અને ગેરસમજણ ઊભી કરનારી છે. પ્રાણીઓ દ્વારા ઘાસ ખાવાની આ વર્તણૂક કોઈ મજબૂરી નથી, પરંતુ એકદમ સ્વાભાવિક, સામાન્ય અને કુદરતી પ્રક્રિયા છે. ​વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો સિંહ, વાઘ, દીપડા અને બિલાડી કુળના તમામ પ્રાણીઓ 'ઓબ્લિગેટ કાર્નિવોર્સ' એટલે કે સંપૂર્ણપણે માંસાહારી જનીન ધરાવતા પ્રાણીઓ છે. તેઓ ક્યારેય પોતાના મુખ્ય ખોરાક તરીકે શાકાહારી આહાર લેતા નથી, પરંતુ તેમ છતાં તેઓ ક્યારેક ક્યારેક ઘાસ ચોક્કસપણે ખાતા હોય છે. જેમ મનુષ્યો પોતાના પાચનને સુધારવા માટે તેમજ આંતરડાની સફાઈ માટે ઈસબગુલ, તકમરીયા કે ચિયા સીડ્સ જેવા ફાઈબરયુક્ત પદાર્થોનું સેવન કરતા હોય છે, બિલકુલ તેવી જ રીતે સિંહ અને વાઘ માટે કુદરતી ઘાસ એ ફાઈબરનું ઉત્તમ કામ કરે છે. ​જંગલમાં શિકાર કરતી વખતે કે ઝૂમાં માસનો આહાર લેતી વખતે સિંહ કે વાઘના પેટમાં શિકાર કરેલા પ્રાણીના વાળ અને નાણાં-મોટા હાડકાના ટુકડાઓ પણ સાથે જતાં રહેતા હોય છે. આ અપાચ્ય ઘટકોને આંતરડામાંથી સરળતાથી બહાર કાઢવા માટે અને પાચનતંત્રની સ્વાભાવિક 'પેરીસ્ટાલ્સિસ મુવમેન્ટ' ને સક્રિય અને ધમધમતી રાખવા માટે ફાઈબર ખૂબ જ જરૂરી બને છે. આ ઉપરાંત ક્યારેક ગળામાં ટિંગલિંગ થવાને કારણે કે પેટમાં અસ્વસ્થતા અને અજીર્ણ જેવું અનુભવાતા તેઓ ઘાસ ખાઈને પેટમાં રહેલો વધારાનો અપાચ્ય ખોરાક કે વાળના ગુચ્છા ઊલટી કરીને બહાર કાઢી નાખે છે, જેથી તેમને તાત્કાલિક રાહત મળે છે.​અહીં નોંધનીય બાબત એ પણ છે કે સિંહ કે વાઘ દરરોજ નિયમિતપણે ઘાસ નથી ખાતા. તેઓ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પછી પાંજરામાં કે જંગલમાં કૂણું, તાજું અને લીલુંછમ ઘાસ ઊગે છે ત્યારે જ તેને ખાવાનું વધુ પસંદ કરે છે. એકવાર આ ઘાસ સુકાઈને પીળું કે કડક થઈ જાય પછી તેઓ તેને ક્યારેય ખાતા નથી. ​આ સમગ્ર મામલે સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે બિલાડી કુળના પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ અને દીપડા પ્રકૃતિથી સંપૂર્ણપણે માંસાહારી હોય છે. જ્યારે પ્રાણીસંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓ ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન પાંજરામાં ઉગેલું લીલું ઘાસ સિંહ કે વાઘને આરોગતા જુએ છે, ત્યારે લોકોમાં ઘણીવાર એવી રમુજી કમેન્ટ્સ કે ખોટી માન્યતાઓ જોવા મળે છે કે ઝૂ સત્તાવાળાઓ પ્રાણીઓને કશું ખવડાવતા નથી, તેથી આ સિંહ કે વાઘ બિચારા થઈને ભૂખના માર્યા ઘાસ ખાવા માટે મજબૂર બન્યા છે.​મુલાકાતીઓની આ ભ્રામક માન્યતાને દૂર કરતા સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદિપસિંહ ઝાલાએ આગળ ઉમેર્યું હતું કે, "સિંહ, વાઘ કે દીપડાનું ઘાસ ખાવું એ એક અત્યંત સ્વાભાવિક અને પ્રકૃતિગત વર્તણૂક છે. આ પ્રાણીઓ પછી ભલે પાંજરામાં એટલે કે કેદમાં હોય કે ખુલ્લા જંગલમાં વિચરતા હોય, તેઓ પ્રસંગોપાત પોતાની જરૂરિયાત મુજબ ઘાસ ખાતા જ હોય છે. આ પ્રાણીઓ મુખ્યત્વે માંસાહારી ખોરાક લેતા હોવાથી તેમના આહારની સાથે વાળ, નાના હાડકાના ટુકડા અને અન્ય અપાચ્ય વસ્તુઓ તેમની હોજરી અને આંતરડામાં જાય છે. ​પાચનતંત્ર અને ફાઈબરની જરૂરિયાત અંગે વધુ પ્રકાશ પાડતા ઝૂ ડાયરેક્ટર રાજદિપસિંહ ઝાલાએ સ્પષ્ટ કર્યું હતું કે આવી અપાચ્ય વસ્તુઓને પોતાના પેટ અને આંતરડામાંથી ઝડપથી અને સહેલાઈથી બહાર કાઢવા માટે પ્રાણીઓને કુદરતી ફાઈબરની જરૂર પડે છે, અને આ ફાઈબરની પૂર્તિ માટે તેઓ ઘાસ આરોગે છે. જે રીતે મનુષ્યો શરીરમાં ફાઈબરની માત્રા જાળવવા માટે તકમરિયા, ચિયા સીડ્સ કે ઈસબગુલ જેવી વસ્તુઓનો ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે, બિલકુલ તેવી જ રીતે આ હિંસક પ્રાણીઓ પણ કુદરતી રીતે ઘાસ ખાઈને જરૂરી ફાઈબર મેળવે છે. તેથી ઘાસ ખાવું એ કોઈ રોગ, શારીરિક નબળાઈ કે ખોરાકની અછતનું લક્ષણ નથી પરંતુ તે પ્રાણીઓની એક સંપૂર્ણ સ્વાભાવિક, આરોગ્યપ્રદ અને કુદરતી પાચન પ્રક્રિયા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના ગોલાપુરમાં મહિલા પર હથોડીથી હુમલો:પતિના ભૂતપૂર્વ પ્રેમસંબંધ મુદ્દે સમજાવટનું મનદુખ રાખી હુમલો કરાયો, હત્યાના પ્રયાસનો ગુનો
    Next Article
    હિંમતનગર પાલિકાએ ગેરકાયદે બમ્પ દૂર કર્યો:14 દિવસ પહેલા માતા-પુત્રીનો અકસ્માત થયો હતો; આડેધડ બમ્પથી વાહનચાલકોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment