Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ગોલાપુરમાં મહિલા પર હથોડીથી હુમલો:પતિના ભૂતપૂર્વ પ્રેમસંબંધ મુદ્દે સમજાવટનું મનદુખ રાખી હુમલો કરાયો, હત્યાના પ્રયાસનો ગુનો

    9 hours ago

    પાટણ તાલુકાના ગોલાપુર ગામે એક 25 વર્ષીય મહિલા પર લોખંડની હથોડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગામની જ એક મહિલાએ માથાના ભાગે આડેધડ ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્ર્રસ્ત મહિલાને પાટણની જનતા હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પાટણ તાલુકા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 118(2) તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગોલાપુર ગામમાં રહેતા 25 વર્ષીય નીતાબેન મહેશસિંહ સોલંકી પર આ હુમલો થયો હતો. ગુરુપૂનમના તહેવાર નિમિત્તે તેમના સસરા, સાસુ, પતિ અને બંને બાળકો બેચરાજી દર્શન કરવા ગયા હતા. જ્યારે તેમના દેરાણી અને દિયર ખેતરે ઘાસચારો લેવા ગયા હતા. આથી, સવારે લગભગ 10 વાગ્યાના સુમારે નીતાબેન ઘરમાં એકલા હતા અને ઓસરીમાં શાક સમારી રહ્યા હતા. તે જ સમયે, ગોલાપુર ગામની ઉર્મિલા ઉર્ફે કાળી નટવરસિંહ ઠાકોર હાથમાં લોખંડની હથોડી લઈને પાછળથી આવી હતી. તેણે નીતાબેનના માથાના પાછળના ભાગે અચાનક હથોડી વડે હુમલો કર્યો. નીતાબેન પાછળ ફરીને જુએ તે પહેલાં જ આરોપીએ તેમના માથામાં ત્રણથી ચાર વધુ ઘા ઝીંકી દીધા, જેના કારણે તેઓને તમ્મર આવી ગયા. ત્યારબાદ આરોપી તેમને ઢસડીને ઘરની અંદર લઈ ગઈ અને ત્યાં પણ માથાના ભાગે હથોડી વડે વધુ ઘા માર્યા. જોકે, ઘરમાં બાંધેલો પાળતુ કૂતરો ભસવા લાગતાં આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ઉર્મિલા ઉર્ફે કાળીને ઇજાગ્રસ્ત નીતાબેનના પતિ સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. આ અંગે નીતાબેને અગાઉ આરોપીને પોતાનું ઘર ન બગાડવા માટે સમજાવટ કરી હતી. આ વાતનું મનદુખ રાખીને આરોપીએ નીતાબેન ઘરે એકલા હોવાનો લાભ ઉઠાવી તેમને જાનથી મારી નાખવાના ઇરાદાથી આ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નીતાબેન બેભાન અવસ્થામાં પલંગ પર ઢળી પડ્યા હતા. પરિવારજનો ઘરે પરત ફરતાં તેમને લોહીલુહાણ હાલતમાં જોયા અને તાત્કાલિક સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડ્યા. હાલ તેઓ ICU વોર્ડમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં ભાનમાં આવ્યા બાદ નીતાબેને આ સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    લોકસભા- રાજ્યસભા સોમવાર સુધી સ્થગિત:રામ મંદિરમાં ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન, પપ્પુ યાદવ પૂજારી બનીને પહોંચ્યા; રાહુલ ગાંધીએ દાન આપ્યું
    Next Article
    સક્કરબાગ ઝૂમાં સિંહ અને વાઘ ઘાસ ખાતા જોવા મળ્યા:​"સિંહ ભૂખ્યો રહે પણ ખળ ન ખાય" કહેવત ખોટી પડી? જુઓ શા માટે જંગલના રાજા ખાય છે ઘાસ અને તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment