Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિંદેને ઉદ્ધવે વિધાનસભા પક્ષના નેતા નિયુક્ત કર્યા હતા:વકીલ કપિલ સિબ્બલ દ્વારા દલીલ!

    8 hours ago

    મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ ચર્ચિત બનેલા શિવસેના પક્ષના નામ, ધનુષ્ય અને તીર ચૂંટણી ચિહન અને બળવાખોર વિધાનસભ્યોની અપાત્રતાનો મુદ્દે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનનની ખંડપીઠ સમક્ષ ઠાકરે જૂથ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે વિસ્તૃત અને આક્રમક દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાનો નિર્દેશ આપતાં કોર્ટે હવે આગામી સુનાવણી 4 ઓગસ્ટે નક્કી કરી છે. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે સૌપ્રથમ બળવાખોર વિધાનસભ્યોની અપાત્રતાનો મુદ્દો ઉઠાવ્યો અને સમગ્ર ઘટનાક્રમ કોર્ટ સમક્ષ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે શિવસેનાની સ્થાપના 1966માં બાળાસાહેબ ઠાકરે દ્વારા થઈ હતી અને વર્ષ 2013માં ઉદ્ધવ ઠાકરે પક્ષપ્રમુખ બન્યા હતા. વર્ષ 2018માં યોજાયેલી આંતરિક સંગઠનાત્મક ચૂંટણીના તમામ દસ્તાવેજો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. સિબ્બલે કોર્ટને યાદ અપાવ્યું કે, એકનાથ શિંદેને પણ વર્ષ 2018માં ઉદ્ધવ ઠાકરે દ્વારા જ વિધાનસભા પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે દલીલ કરી કે બાદમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગની ઘટનાઓ બની અને ત્યાર બાદ 31 વિધાનસભ્યો સુરત અને પછી ગુવાહાટી ગયા, જ્યાં તેમની સંખ્યા 39 થઈ. ત્યાર પછી સુનીલ પ્રભુને હટાવવાનો ઠરાવ પસાર કરી રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવ્યો. ચૂંટણી પંચના નિર્ણય પર સવાલ ચૂંટણી પંચના નિર્ણય પર સવાલ ઉઠાવતાં સિબ્બલે જણાવ્યું કે, પંચે વર્ષ 2018માં સોંપાયેલા પક્ષના સુધારેલા બંધારણને ધ્યાનમાં લીધા વગર માત્ર વિધાનસભ્યોની સંખ્યાના આધારે શિંદે જૂથને શિવસેના નામ અને ધનુષ્ય-તીર પ્રતીક ફાળવ્યું, જેના કારણે ઠાકરે જૂથે પોતાનું ઐતિહાસિક ચૂંટણી ચિહન ગુમાવવું પડ્યું. ઉલ્લેખનીય છે કે જૂન 2022માં એકનાથ શિંદેના બળવા બાદ મહાવિકાસ આઘાડી સરકારનું પતન થયું હતું. ત્યાર બાદ ચૂંટણી પંચે ફેબ્રુઆરી 2023માં શિંદે જૂથને ‘શિવસેના’ નામ અને ધનુષ્ય-તીર ચિહન આપ્યું હતું, જ્યારે ઉદ્ધવ ઠાકરેના જૂથને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નામ અને મશાલ ચિહન ફાળવાયું હતું. લોકશાહી માટે ગંભીર ખતરો સિબ્બલે દલીલ કરી કે કોઈ પક્ષના ચિહન પર ચૂંટાઈ આવ્યા પછી બળવો કરીને એ જ પક્ષ પર માલિકીનો દાવો કરવો પ્રતિનિધિ લોકશાહી માટે ગંભીર ખતરો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે રાજકીય પક્ષ અને વિધાનસભા પક્ષ બે અલગ સંસ્થાઓ છે અને માત્ર વિધાનસભ્યોની બહુમતીના આધારે મૂળ રાજકીય પક્ષ નક્કી થઈ શકતો નથી.
    Click here to Read More
    Previous Article
    29 કર્મચારીઓએ કમિશનરના ફતવા સામે મંત્રીને કરી ફરિયાદ:સવારથી મધરાત સુધી કામ કરાવાય છેઃ એફડીએના કર્મચારીએ બળાપો ઠાલવ્યો
    Next Article
    વડીલોને આરોગ્ય, સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવાનો હેતુ:શહેરનાં 250થી વધુ સિનિયર સિટીઝન ગ્રુપની ડિરેક્ટરી બનશે, ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment