Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંભવિત વિસ્તારોમાંથી નાગરિકો,પશુઓનું સ્થળાંતર કરવા સૂચના‎:ભારે વરસાદની સંભાવનાને પગલે શેલ્ટર હોમ, રેસ્ક્યૂ ટીમને સજ્જ રહેવા આદેશ

    4 days ago

    રાજ્યભરમાં પુનઃ સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે આગામી 3 ઓગસ્ટ સુધી વાવાઝોડા જેવા તેજ પવન અને ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અન્વયે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે કલેક્ટરના અધ્યક્ષસ્થાને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રેસ્ક્યુ અને મેડિકલ ટીમને સજ્જ રહેવા આદેશ કરાયો છે તેમજ તમામ વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી હતી. વરસાદી સિસ્ટમ સતત તીવ્ર બની રહી હોવાથી નદીકાંઠા અને નીચાણવાળા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોનું સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા, પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને શેલ્ટર હોમ્સ ખાતે પૂરતું ભોજન, પીવાનું પાણી, વીજળી અને તબીબી સુવિધાઓનો સ્ટોક તૈયાર રાખવા આદેશો અપાયા હતા. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા બોટ, જેસીબી, પંપ, જનરેટર જેવા સંસાધનોનું મેપિંગ કરી રેસ્ક્યુ ટીમોને સંવેદનશીલ સ્થળોએ અગાઉથી તૈનાત કરવા, જોખમી બ્રિજ, કોઝ-વે કે ઓવરટોપિંગ ધરાવતા માર્ગો પર તાકીદે વાહનવ્યવહાર બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા, જોખમી હોર્ડિંગ્સ તથા વૃક્ષોની ડાળીઓ હટાવવા તેમજ કંટ્રોલ રૂમ ખાતે વર્ગ-1અધિકારીઓની નિમણૂંક કરવા જણાવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોરબી:વાવડી રોડ ઉપર સફાઈના નામે નરી વેઠ, ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયા
    Next Article
    આજથી વરસાદના નવા રાઉન્ડની શક્યતા:10 વર્ષમાં ત્રીજી વાર જુલાઇમાં વરસાદનો આંક ડબલ ડિજિટમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment