Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી:વાવડી રોડ ઉપર સફાઈના નામે નરી વેઠ, ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયા

    4 days ago

    મોરબીના હજારો વાહનોની અવરજવર અને અસંખ્ય મધ્યમવર્ગીય સોસાયટીના મુખ્ય કેન્દ્ર બિંદુ સમાન વાવડી રોડ મનપાની સફાઈના નામે નરી વેઠ જેવી કામગીરીથી ગંદકીનું ધામ બની ગયું છે. વિશાળ વાવડી રોડની બંને બાજુએ કચરાના ભયાનક ગંજ ખડકાયા છે. રોડની બંને બાજુએ કચરા ટોપલીઓ રાખવામાં આવી હતી. તે ભંગાર હાલતમાં રોડની સાઈડમાં જ અસ્ત વ્યસ્ત રીતે પડી છે અને કચરો કચરા ટોપલીને બદલે નીચે રોડ ઉપર પથરાયેલો છે. આ રીતે ત્યાના નાલામાં પાણી કરતા કચરો વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાવડી રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં કચરાના ગંજ ખડકાયા છે. જેથી બેસુમાર ગંદકી ફેલાય રહી છે અને માખી મચ્છરના ઉપડરવથી ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવું જોખમ હોવા છતાં મનપા તંત્ર સફાઈની કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સફાઈ થાય તો જ્યાં ત્યાં કચરો ન ફેંકે વાવડી રોડ વિસ્તારના જાગૃત નગરીકે જણાવ્યું હતું કે, મનપા તંત્ર સફાઈ પ્રત્યે જરાય રસ દાખવતું જ નથી. આ વિસ્તાર સૌથી વધુ મોટો અને મુખ્યમાર્ગ હોય પણ તંત્રને એની પડી જ ન હોય એમ ભાગ્યે જ સફાઈ કરવા આવતા જ્યાં ત્યાં કચરો જોવા મળી રહ્યો છે. હાલ ચોમાસાની સિઝન હોય અને આ ગંદકીથી ઘરેઘરે માંદગી થાય એવા કોરા સંજોગો છે. કમિશનરની મહેનત માથે પડી સ્થાનિકોનું કહેવું છે કે, હાલના જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે અગાઉ મોરબી મનપાના કમિશનર હતા. ત્યારે તેઓએ આ વાવડી રોડને આઇકોનીક રોડ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા શક્ય તમામ કાર્યવાહી કરી હતી. પ્રથમ તેમણે વારંવાર વિઝીટ કરી વાવડી રોડ ઉપર ઠેરઠેર કચરા ટોપલી મૂકી હતી. તેમજ કચરા ટોપલી સિવાય જ્યાં ત્યાં કચરો ફેંકનાર સામે નિયમ ભંગ મુજબ કાર્યવાહી કરી હતી તેમજ સફાઈની પણ યોગ્ય દેખરેખ રાખી સ્વચ્છતાનું રોલ મોડેલ બને ત્યાં તેઓ જિલ્લા કલેકટર બની જતા તેમના ગયા પછી સોલિડ મેનેજમેન્ટ શાખાએ સફાઈ વ્યવસ્થાના ઘણી જ બેદરકારી દાખવી હતી. જેથી આજે અહીંના લોકોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ ઉપર આવી ગયું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી મનપાનું આજે બોર્ડ:કારોબારીમાં લેવાયેલા નિર્ણયને સંમતિ મળી શકે ખરી
    Next Article
    સંભવિત વિસ્તારોમાંથી નાગરિકો,પશુઓનું સ્થળાંતર કરવા સૂચના‎:ભારે વરસાદની સંભાવનાને પગલે શેલ્ટર હોમ, રેસ્ક્યૂ ટીમને સજ્જ રહેવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment