Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મનપાનું આજે બોર્ડ:કારોબારીમાં લેવાયેલા નિર્ણયને સંમતિ મળી શકે ખરી

    4 days ago

    મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ યોજાયેલી ચૂંટણી માં તમામ 52 બેઠક જીતી ભાજપે એક તરફી જીત મેળવી લીધી હતી ગત મે મહિનામાં મેયર ડેપ્યુટી મેયર દંડક કારોબારી સમિતિ વગેરેની રચના થઈ ગઈ હતી અને કારોબારી સમિતિની બેઠક તેમજ મહાનગર પાલિકાની નિયમિત સામાન્ય સભા પણ મળવા લાગી છે. શુક્રવારે મહાનગર પાલિકા દ્વારા સામાન્ય સભા યોજવામાં આવશે. મેયર ઉત્તમ સુરાણીની અધ્યક્ષતામાં યોજાનારી આ સભામાં અગાઉની કારોબારી સમિતિ માં લેવાયેલ નિર્ણયને બહુમતીથી સંમતિ મળી શકે છે. (ઇન્સાઇડ) મોરબી મનપાની ચૂંટણી પૂર્ણ થયાને 3 મહિના કરતા વધારે સમય થયો અને મનપામાં મેયર પદ ડેપ્યુટી મેયર કારોબારી સમિતિ રચના ને પણ બે મહિના થયા છે જોકે હજુ સુધી વિવિધ કમિટીની રચના અટકી પડી છે અને તેનું કારણ સતવારા સમાજની નારાજગી જોવા મળી છે. કારણ કે શહેરમાં બીજા નંબરમાં મતદારો સંખ્યા છતાં ડેપ્યુટી મેયર કે કારોબારી સમિતિમાં સ્થાન ન મળતા નારાજગી જોવા મળી હતી. પરિણામે મહાનગર પાલિકામાં ચૂંટાયેલા તમામ સતવારા સમાજના કોર્પોરેટર દ્વારા એક પણ પદ ન લેવાની જાહેરાત કરી છે, ત્યારે ખુદ ભાજપમાં પણ જેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવું તે મુખ્ય વિષય બની ગયો છે.
    Click here to Read More
    Previous Article
    અભયમ મદદે આવી:મોરબીમાં પતિ નાની નાની બાબતોમાં બોલાચાલી, માથાકૂટ કરતાં હોઇ વૃદ્ધા ઘર છોડીને નીકળી પડ્યા
    Next Article
    મોરબી:વાવડી રોડ ઉપર સફાઈના નામે નરી વેઠ, ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment