Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભયમ મદદે આવી:મોરબીમાં પતિ નાની નાની બાબતોમાં બોલાચાલી, માથાકૂટ કરતાં હોઇ વૃદ્ધા ઘર છોડીને નીકળી પડ્યા

    4 days ago

    મોરબી શહેરમાંથી એક સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. પારિવારિક બોલાચાલી અને કૌટુંબિક ક્લેશથી કંટાળીને ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયેલાં અજાણ્યા માજીનું '181 અભયમ મહિલા હેલ્પલાઇન'ની ટીમે સમયસૂચકતા વાપરીને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. આ સાથે જ અભયમની ટીમે પરિવારને યોગ્ય સમજાવટ અને કાયદાકીય માર્ગદર્શન આપીને ભવિષ્યમાં વૃદ્ધાનું યોગ્ય ધ્યાન રાખવા તાકીદ કરી હતી. મોરબીના એક જાગૃત નાગરિકની નજર એક અજાણ્યા વયોવૃદ્ધ માજી પર પડી હતી, જેઓ ખૂબ જ ગભરાયેલી અને ચિંતાતુર હાલતમાં રસ્તા પર ભટકી રહ્યાં હતાં. નાગરિકે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ '181 અભયમ મહિલા હેલ્પલાઇન' પર કૉલ કરીને મદદ માગી હતી. કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળતાં જ 181 અભયમ રેસ્ક્યુ ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાઇલટ નિતેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કાઉન્સિલિંગ દરમિયાન માજી રડી પડ્યા ટીમ દ્વારા સંવેદનશીલતાપૂર્વક માજીનું પ્રાથમિક કાઉન્સિલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન માજી પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં ભાવુક થઈ ગયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ અવારનવાર નાની-નાની બાબતોમાં તેમની સાથે ઝઘડો અને માનસિક ત્રાસ આપતા હતા. આ બોલાચાલીથી ખૂબ જ લાગી આવતાં તેઓ કોઈને પણ જણાવ્યા વગર ઘર છોડીને નીકળી ગયાં હતાં.વૃધ્ધા પાસેથી મેળવેલી માહિતીના આધારે અભયમની ટીમે તેમના ઘરનું સરનામું શોધી કાઢ્યું હતું અને તેમને સહી-સલામત ઘરે પહોંચાડ્યાં હતાં. ત્યારબાદ અભયમ ટીમે વૃદ્ધાના પતિ અને પરિવારજનોનું ગંભીરતાથી કાઉન્સિલિંગ કર્યું હતું.ટીમે પરિવારને કાયદાકીય માહિતી પૂરી પાડી હતી અને સ્પષ્ટ સૂચના આપી હતી કે ભવિષ્યમાં વૃધ્ધા સાથે કોઈ પણ પ્રકારનો માનસિક કે શારીરિક ઝઘડો ન કરવો, તેમનું યોગ્ય ધ્યાન રાખવું અને પરિવાર સાથે રાજી-ખુશીથી રહેવું. પરિવારજનોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને વયોવૃદ્ધ માજીને સુરક્ષિત ઘરે પહોંચાડવા બદલ 181 અભયમ ટીમનોઆભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સૌની યોજનાના નીર આજી-3 બાદ ઉંડ-1માં ઠાલવવાનું શરૂ:જામનગરને પાણી પુરૂ પાડવા કવાયત, હવે સસોઈ પહોંચશે‎
    Next Article
    મોરબી મનપાનું આજે બોર્ડ:કારોબારીમાં લેવાયેલા નિર્ણયને સંમતિ મળી શકે ખરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment