Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી:મિત્રને બંધક બનાવી દુષ્કર્મ આચર્યું, પોલીસ પર ફાયરિંગ કરનાર 1 આરોપી એન્કાઉન્ટરમાં ઝડપાયો

    4 days ago

    દિલ્હીના કાલકાજી મંદિર પાસે 17 વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ઘટના સોમવાર સાંજની છે. પોલીસે મંગળવાર સવારે એક આરોપીની અથડામણ બાદ ધરપકડ કરી છે. ઘટનાસ્થળે એક બાઇક અને પિસ્તોલ પણ જોવા મળ્યાં. પોલીસના જણાવ્યા અનુસાર, સગીરા પોતાના 17 વર્ષના મિત્ર સાથે મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. ત્યારબાદ બંને આસ્થા કુંજ પાર્ક પહોંચ્યાં. ત્યાં ત્રણ યુવકોએ પોતાને પોલીસકર્મી ગણાવીને તેમને ધમકાવ્યાં અને સગીરાનું યૌન શોષણ કર્યું. દિલ્હીમાં આ મહિને સગીરા સાથે બળાત્કારનો આ ત્રીજો મામલો છે. 12 સપ્ટેમ્બરે સ્વરૂપ નગરમાં 14 વર્ષની સગીરાની સામૂહિક બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી હતી. 16 સપ્ટેમ્બરે સદર બજારમાં 10 વર્ષની બાળકી સાથે બળાત્કાર થયો હતો. બળાત્કાર દરમિયાન આરોપીઓએ સગીરના મિત્રને પકડી રાખ્યો પોલીસના જણાવ્યા મુજબ, સગીરે જણાવ્યું કે તે સોમવારે સાંજે લગભગ 7 વાગ્યે પોતાના મિત્ર સાથે કાલકાજી મંદિર પહોંચી હતી. દર્શન કર્યા બાદ બંને લગભગ 7:30 વાગ્યે મંદિર પાસે આવેલા પાર્કમાં ગયા હતા. આ દરમિયાન 25થી 30 વર્ષની ઉંમરના ત્રણ યુવકો ત્યાં પહોંચ્યા અને પોતાને પોલીસકર્મી ગણાવ્યા. આરોપ છે કે તેમણે બંનેને ધમકાવ્યા અને સગીરા સાથે બળાત્કાર કર્યો. પીડિતાના જણાવ્યા મુજબ, આરોપીઓએ તેના મિત્રને પકડી રાખ્યો હતો. રાત્રે 8:45 વાગ્યે PCR કૉલ મળ્યો દિલ્હી પોલીસને રાત્રે લગભગ 8:45 વાગ્યે PCR કૉલ દ્વારા કાલકાજી મંદિર અને ઇસ્કોન મંદિર પાસે ગેંગરેપની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી. પોલીસના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે એક આરોપીની શોર્ટ એન્કાઉન્ટર બાદ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ બાકીના બે આરોપીઓની શોધખોળ કરી રહી છે. CCTV ફૂટેજની તપાસ કરી રહી છે પોલીસ પોલીસ પાર્ક અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. આ ઉપરાંત, ઘટનાના સમયે પાર્કમાં અથવા તેની આસપાસ હાજર લોકો પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસે POCSO એક્ટ સહિત સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. દિલ્હીમાં દરરોજ બાળકો સાથે યૌન અપરાધના 4 કેસ NCRB મુજબ, 2024માં દિલ્હીમાં POCSOના 1,553 કેસ નોંધાયા હતા. એટલે કે સરેરાશ દરરોજ 4થી વધુ કેસ સામે આવ્યા હતા. 2025નો અહેવાલ હજુ જાહેર થયો નથી.
    Click here to Read More
    Previous Article
    Googlebook Laptops Announced With Gemini Intelligence, Android Integration: Price, Features
    Next Article
    પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈએ યુવકને માથામાં કીટલી મારી, CCTV:15 સેકન્ડમાં 5 ઘા મારતા 9 ટાંકા આવ્યા; અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો નોંધાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment