Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈએ યુવકને માથામાં કીટલી મારી, CCTV:15 સેકન્ડમાં 5 ઘા મારતા 9 ટાંકા આવ્યા; અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો નોંધાયો

    4 days ago

    અમરેલી શહેરમાં મોડી રાત્રે કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ એક યુવક પર કીટલી વડે હુમલો કરી માથાના ભાગે 4 થી 5 ઘા માર્યા. આ હુમલામાં યુવકના માથામાં ગંભીર ઇજાઓ થઈ અને તેને 9 ટાંકા આવ્યા. ઘટના બાદ યુવકને પ્રથમ અમરેલી અને ત્યાર બાદ હેમરેજ જેવી ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલા બાદ ધાનાણીએ ધર્મકુમારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે સંદીપ ધાનાણી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મારામારીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. સંદીપ ધાનાણીએ યુવકને માથાના ભાગે 4 થી 5 ઘા માર્યા આ ઘટના સાવરકુંડલા બાયપાસ રોડ પર RTO ઓફિસ પાસે આવેલી રાજચામુંડા દુકાન પાસે બની હતી. ધર્મકુમાર જાગૃતભાઈ જોષીપુરા મોડી રાત્રે માવો-મસાલો લેવા ગયા હતા. તે સમયે સંદીપ ધાનાણી ત્યાં હાજર હતા. કોઈ કારણ વગર ધર્મકુમારને ત્યાંથી જતા રહેવાનું કહીને સંદીપ ધાનાણીએ ચાના કાઉન્ટર પરથી કીટલી લીધી હતી. કોણ છે આરોપી સંદીપ ધાનાણી? સંદીપ ધાનાણી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ છે. તેઓ ગુજરાતના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના કુટુંબિક ભાઈ થાય છે. આ ઘટનાને કારણે અમરેલી શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના હોદ્દેદાર સામે ગુનો નોંધાતા આ અંગે ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. લતા જોષીપુરાએ જણાવ્યું હતું કે, હાલ તેમના પતિનું સીટી સ્કેન કરાવવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ તેમણે સ્પષ્તા કરતા કહ્યું કે, સંદીપ ધાનાણી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના સગા ભાઈ નથી, પરંતુ કાકાના દીકરા થાય છે.
    Click here to Read More
    Previous Article
    ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી:મિત્રને બંધક બનાવી દુષ્કર્મ આચર્યું, પોલીસ પર ફાયરિંગ કરનાર 1 આરોપી એન્કાઉન્ટરમાં ઝડપાયો
    Next Article
    ગણદેવીમાં જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો:ઘોડાફળિયા નજીક 4-5 શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી કર્યો હુમલો, ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment