Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણાવાવમાં મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ:બીજામૃત, જીવામૃત સહિત પાંચ મુખ્ય આયામો શીખવાડાયા

    3 days ago

    ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા રાણાવાવ તાલુકાની મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રોજેક્ટ ડાયરેક્ટર સુશ્રી સીમા જે. શર્મા અને આસિસ્ટન્ટ ટીમ મેનેજર (ATMA) રાજભાઈ કારેણાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તાલીમ સત્ર દરમિયાન, મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે વિગતવાર માહિતી અપાઈ હતી. જેમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન (મલ્ચિંગ) અને મિશ્ર પાક પદ્ધતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણ અર્ક જેવા પ્રાકૃતિક અસ્ત્રોના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખરીફ પાક, પિયત અને બિનપિયત પાકો તેમજ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની પદ્ધતિઓ વિશે ખેડૂતોને સમજાવવામાં આવ્યું હતું. રાસાયણિક ખાતર ડી.એ.પી.નો ઉપયોગ ઘટાડીને જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી, ઉત્પાદન ખર્ચ ઘટાડવો અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હતો. મહિલા ખેડૂતોને આ દિશામાં વિસ્તૃત માર્ગદર્શન મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં PM પોષણ યોજનાની સમીક્ષા બેઠક:વધુ બાળકોને મધ્યાહન ભોજન, અલ્પાહાર, દૂધ સંજીવનીનો લાભ આપવા જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના
    Next Article
    ફરિયાદીને ધમકી આપનાર કોન્સ્ટેબલ સામે પગલાં ન લેવાતા હાઈકોર્ટની ટકોર:'પોલીસ જ આવું કરશે તો લોકો ન્યાય માટે કોની પાસે જશે', તાત્કાલિક કાર્યવાહી કરવા રાજકોટ CPને આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment